Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માણસામાં નિર્માણ પામેલા વેદમાતા ગાયત્રીના કલાત્મક મંદિરમાં સાથે-સાથે ચાલે છે સેવાયજ્ઞ

ઉત્તર ગુજરાતનો મહેસાણા જિલ્લો, આ ભૂમિ જ ફળદ્રુપ અને અહીંના વટનીઓ મહેનતુ અને અને કરકસરિયા.અહીની બોલી જરા તોછડી પણ અહીંના માણસો દિલના સાફ.ભલે કાઠિયાવાડની મહેમાનગતિ વખણાતી હોય પણ એક વાર મેહાંણા પંથકની મહેમાનગતિ માણે એ જાણે.એક ટંકે બશેર ઘી વાપરી...
માણસામાં નિર્માણ પામેલા વેદમાતા ગાયત્રીના કલાત્મક મંદિરમાં સાથે સાથે ચાલે છે સેવાયજ્ઞ
Advertisement

ઉત્તર ગુજરાતનો મહેસાણા જિલ્લો, આ ભૂમિ જ ફળદ્રુપ અને અહીંના વટનીઓ મહેનતુ અને અને કરકસરિયા.અહીની બોલી જરા તોછડી પણ અહીંના માણસો દિલના સાફ.ભલે કાઠિયાવાડની મહેમાનગતિ વખણાતી હોય પણ એક વાર મેહાંણા પંથકની મહેમાનગતિ માણે એ જાણે.એક ટંકે બશેર ઘી વાપરી નાખે. માણસા પંથકમાં 'જમવા' શબ્દનો પર્યાય 'કોઠો ચોપડો' કરવો. આમ અહીંનો વતની કરકસિયો પણ ટાણું આવ્યે મોટી ય ભઇડી નાખે. માણસા ભલે નાનું રહ્યું.

શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર માણસા

કસબો કહેવાય કે મોટું ગામ.પણ માણસામાં પ્રવેશ કરતાં જ આ સુખી ગામ છે એ ખબર પડી જ જાય. જૂની હવેલીઓ હોય કે પાંચ દાયકા જૂની કોલેજ કે હાઈસ્કૂલ...બધુ ભવ્ય. શૈક્ષણિક રીતે માણસા દાયકાઓથી અગ્રેસર. RBLD હાઈસ્કૂલ હોય કે માણસાની કોલેજ,આજોલનું સંસ્કાર તીર્થ પણ માણસાના સીમાડે જ ગણાય. માણસા અને પિલવાઈની કોલેજો તો ખબર પડી જાય કે માણસા શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર છે જ. માણસામાં લક્ષ્મીજી અને સરસ્વતીનો વાસ.

Advertisement

જન પ્રતિનિધિ છે જન સમર્પિત

આજે એક અહીના અનોખા શ્રેષ્ઠીની વાત કરવાની છે. ધન અને ધર્મ વહેંચીને વધારે એ શ્રેષ્ઠી. જયંતિભાઈ સોમાભાઇ પટેલની વાત, મહેનતુ અને સમૃધ્ધિ સાથે સમાજ માટે સમર્પિત થઈ કામ કરે. એમની આરોગ્ય ક્ષેત્રે સેવાઓ માટે એ લોકપ્રિય. અડધીરાત્રે પણ કોઈ બીમારની સેવા માટે એમનો દરવાજો કોઈ પણ ખખડાવી શકે. અહીંની પ્રજાએ એમને ધારાસભ્ય તરીકે ચૂંટી વિધાનસભામાં મોકલ્યા.

Advertisement

ગાયત્રી મંદિરનું નિર્માણ

જે.એસ. પટેલ બે પાંદડે, ધાર્મિક પણ એટલા જ.શ્રીમન્ન નથુરામ શર્માના એ શીશી,ગાયત્રીના સાધક, ગાયત્રી એટ્લે વેદમાતા. હિંદુધર્મનો મહામંત્ર. એમણે માણસા વિસ્તારમાં ગાયત્રી પ્રચારનું અનોખુ કાર્ય કર્યું. એમણે ગાયત્રી મંદિરનું નિર્માણ કર્યું. દર્શન નિમિત્તે કોઈ પણ આવે એ માં ગાયત્રીનું સ્મરણ કરવાનો જ અને ગાયત્રી મંત્ર જેવુ શ્રેયસ્કર બીજું કોઈ નથી. જે.એસ.પટેલે જો કમાવવું હોત તો મંદિરને બદલે હોલિડે રિસોર્ટ બનાવી શક્ય હોત અને બેઠી કમાણીનું સાધન ઊભું કરી શક્ય હોત..પણ એમને તો લોકોને ગાયત્રીમય કરવા હતા.

બહકતિભાવ મંદિરનું નિર્માણ

2004માં ગાયત્રી મંદિરનુ નિર્માણ કર્યું. આ મંદિર બીજાં મંદિરો કરતાં અનોખુ છે. પૂરા બહકતિભાવથી એકે એક ઇંચનું નિર્માણ થયું છે એ દેખાઈ આવે.મંદિરનુ ફેંસિંગ જોતાં જ જણાઈ આવે કે 'બંદે મેં સૂઝ હૈ' લાકડાનો બખૂબી ઉપયોગ થયો છે.આવી કલાત્મક વાડ ભાગ્યેજ ક્યાય હશે. લાકડાનો આવો કલાત્મક ઉપયોગ શિવમંદિરમાં ય દેખાઈ આવે. મંદિર સંકુલમાં શિવાલય પણ છે.શક્તિ હોય ત્યાં શિવ હોય જ. મંદિર પરિસર જોઈ 'વિશાળ' શબ્દનો અર્થ જાણવા મળે.સભાગૃહ છે,ભોજનલાય છે,લગ્નહોલ છે,રિસેપ્શન હૉલ છે અને સૌથી મહત્વની બાબત તો અહી કલાત્મક યજ્ઞશાળા છે જ્યાં રોજ હવન થાય છે.

ધર્મની સાથે સેવાયજ્ઞ

હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારનું ખૂબ મહત્વ છે.અહી સોળે સંસ્કારની વિધિ શાસ્ત્રોક્ત રીતે થાય છે અને લોકો તેનો લાભ લઈ ધન્ય બને છે. પૂરશ્ચરણ કરવા આવતા ભાવિકો માટે ખાસ વ્યવસ્થા છે.રોજ અહીં બાર કલાક મંત્ર ઉપાસના થાય છે. જ્યાં આટલાં મંત્રોચ્ચારણ થતાં હોય એ સ્થાન જાગૃત હોય જ. ..અને આ આભાથી અહી સ્થાનિકો તો નિયમિત આવે જ છે પણ બહારગામથી પણ શ્રધ્ધાળુઓ આવે છે. અહી ભાવિ ભોજનશાળા છે. દર્શનાર્થીઓને જમવાની સગવડ છે .દરરોજ અહી હજારેક લોકો ભોજન કરે છે. આ ઉપરાંત માણસાની હોસ્પિટલોમાં દર્દીઓ માટે અને એમનાં સગાં માટે ની:શુલ્ક ટિફિન પહોંચાડાય છે.

આ પણ વાંચો : રાજકારણ મારા માટે ધંધો નથી ધર્મ છે : ધારાસભ્ય J.S.PATEL

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×