Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AMTS-BRTSના નવા દર જાહેર, 1 જુલાઈથી થશે અમલ

AMTS-BRTS ના ભાડામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદીઓનાં ખિસ્સા પર ભાર વધ્યો છે. AMC દ્વારા ભાડામાં કરાયો વધારો કરાયો છે. જેમાં AMTSમા 3 કિમીનું મીનીમમ ભાડું રૂ 5 કરાયુ છે. જ્યારે પહેલા AMTSમાં 3 કીમીનું મીનીમ રૂા....
amts brtsના નવા દર જાહેર  1 જુલાઈથી થશે અમલ
Advertisement

AMTS-BRTS ના ભાડામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદીઓનાં ખિસ્સા પર ભાર વધ્યો છે. AMC દ્વારા ભાડામાં કરાયો વધારો કરાયો છે. જેમાં AMTSમા 3 કિમીનું મીનીમમ ભાડું રૂ 5 કરાયુ છે. જ્યારે પહેલા AMTSમાં 3 કીમીનું મીનીમ રૂા. 3 હતું. મેક્સિમમ ભાડું રૂા. 30 કરવામાં આવ્યું છે. 1 જુલાઈ થી ભાડા વધારો લાગુ પડશે. મનપસંદ મેન ટિકિટ રૂ 35 નાં બદલે રૂ 45 કરવામાં આવી છે. કિલો મીટરને આધારે ભાવ વધારો કરવામાં આવ્યો.

તમને જણાવી દઈએ કે, BRTSમાં પણ નવો ભાવવધારો 1 જુલાઈથી અમલી બનશે. તંત્ર દ્વારા 10 વર્ષ બાદ આ ભાવ વધારો કરવામાં આવશે. તો બીજી તરફ AMTSની હવે નવી ખરીદીવાળી બસો AC હશે. આગામી 15 દિવસમાં AMC 100 AC બસ માટે ટેન્ડર બહાર પાડશે. BRTSની નવી બસો માટે પણ 15 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. AMC 325 નવી બસો પૈકી 300 ઇલેક્ટ્રિક બસની ખરીદી કરશે.

Advertisement

આ ઉપરાંત બૉય્ઝ સ્ટૂડન્ટ્સના બસ પાસના 400 રૂપિયા, જ્યારે ગર્લ્સ સ્ટૂડન્ટ્સના બસ પાસના 300 રૂપિયાથી વધારીને 350 કરવામાં આવ્યા છે. આ સાથે મનપસંદ 3 મહિનાના પાસનો ભાવ 2 હજારથી વધારીને 2500 તેમજ મંથલી પાસનો ભાવ 750થી વધારીને 1000 રૂપિયા કરવામાં આવ્યો છે.

Advertisement

અંતર (કિલોમીટર)નવો ભાવ રૂપિયામાં
3 કિમી કરતાં ઓછા5 રૂપિયા
3 થી 5 કિમી10 રૂપિયા
5 થી 8 કિમી15 રૂપિયા
8 થી 14 કિમી20 રૂપિયા
14 થી 20 કિમી25 રૂપિયા
20 કિમીથી વધુ30 રૂપિયા

આ પણ વાંચો : વરસાદની રાહ જોતા હોય તો આ સમાચાર તમારા માટે છે…, જાણો હવામાન વિભાગે શું કહ્યું…

Tags :
Advertisement

.

×