Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો વધુ એક વિવાદિત વિડીયો થયો વાયરલ

જુનાગઢના એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ મામલે સલમાન અઝહરી સામે કાર્યવાહી બાદ એક તરફ તેના રીમાન્ડ મેળવવા સહિતની તપાસ ચાલુ છે. ત્યા બીજી તરફ તેના કચ્છમાં આયોજીત એક કાર્યક્રમનો વિડીયો સામે આવ્યો છે. જુનાગઢ પહેલા તેને કચ્છના સામખીયાળીના એક કાર્યક્રમમાં પણ...
મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો વધુ એક વિવાદિત વિડીયો થયો વાયરલ
Advertisement

જુનાગઢના એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ મામલે સલમાન અઝહરી સામે કાર્યવાહી બાદ એક તરફ તેના રીમાન્ડ મેળવવા સહિતની તપાસ ચાલુ છે. ત્યા બીજી તરફ તેના કચ્છમાં આયોજીત એક કાર્યક્રમનો વિડીયો સામે આવ્યો છે. જુનાગઢ પહેલા તેને કચ્છના સામખીયાળીના એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. જેમાં પણ તે ધાર્મીક સ્થળોનો ઉલ્લેખ કરી ભડકાઉ ભાષણ આપતો નજરે પડે છે.

Advertisement

સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો

વિવાદીત નિવેદન અને ધાર્મીક સ્થળના ઉલ્લેખ બાદ ધાર્મિક નારેબાજી કરાવે છે. અને લોકો તેને સમર્થન આપી હાથ ઉંચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આજે આ વિડીયો વાયરલ થયો છે. આ કાર્યક્રમમાં મૌલાના સલમાન અઝહરી હાજર લોકોને ઉશ્કેરણીજનક વાત કરતો સાંભળવા મળી રહ્યો છે. પરંતુ પોલીસ હજુ વીડિયો અંગે પુષ્ટી કરી રહી છે. જુનાગઢના કેસમાં તેને આવતીકાલે કોર્ટમાં રજુ કરાશે સંભવ છે. કચ્છમાં ભાષણ મામલે પણ કાર્યવાહી થાય, પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

જુનાગઢની જેમ કચ્છમાં પણ ગુલશને મોહમંદી ટ્રસ્ટ દ્રારા આયોજીત એક કાર્યક્રમમાં તે હાજર રહ્યા હતા. જેમાં શિક્ષણ તથા અન્ય સામાજીક રીતે સારુ કામ કરનાર લોકોના સન્માનનો એક કાર્યક્રમ આયોજીત કરાયો હતો. જેમાં સલમાન અઝહરીએ હાજરી આપી હતી અને અહી પણ વિવાદીત ભાષણ આપ્યુ હોવાનો વીડિયો સામે આવ્યો છે. જો કે વિવાદ થતા ટ્રસ્ટના જવાબદાર વ્યક્તિઓએ આ અંગે કાઇપણ કહેવાનુ ટાળ્યુ હતુ. જો કે આ અંગે સામખીયાળી પોલીસના પીએઆઇ નો સંપર્ક કરાતા તેઓએ માઇકની મંજુરી સાથે કાર્યક્રમ યોજાયો હતો તેને સમર્થન આપ્યુ હતુ.

પરંતુ વીડિયો અંગે તપાસ ચાલી રહી હોવાનુ જણાવી વધુ કાઇ કહ્યુ ન હતુ. હાલ આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. જો કે વાયરલ વીડિયોમાં મૌલાના વિવાદીત શબ્દો બોલતા દેખાઇ રહ્યા છે. પરંતુ તેની પુષ્ટી બાદ અહી પણ કાર્યવાહી સંભવ છે. અને તેની મુશ્કેલી વધી શકે છે. સરહદી જીલ્લો કચ્છ કોમી એકતાનુ પ્રતિક છે. તેવામા કચ્છમાં આવી મૌલાનાએ કરેલા ભાષણથી પોલીસ સાથે અન્ય એજન્સીઓ પણ સતર્ક બની છે. જુનાગઢમા ચુંસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ મૌલાનાની તપાસ થઇ રહી છે ત્યારે જુનાગઢ સાથે કચ્છમાં કરેલ ભાષણ મામલે શુ કાર્યવાહી થાય છે તે જોવુ રહ્યુ..કેમકે જુનાગઢમાં જેવુ વિવાદીત ભાષણ કરાયુ હતુ તેવુજ ભાષણ કચ્છમાં થયુ હોવાનો વીડિયો સામે આવ્યો છે.

અહેવાલ - કૌશિક છાંયા 

આ પણ વાંચો -- Junagadh : સલમાન અઝહરી વિરુદ્ધ અત્યાર સુધીમાં 10 કેસ નોંધાયેલા છે

Tags :
Advertisement

.

×