Bharuch : જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચાર્જ આપ્યો નહીં તો નવા પ્રમુખે ચાર્જ લીધો કેવી રીતે..?
Bharuch :ભરૂચ (Bharuch) જિલ્લામાં કોંગ્રેસના હોદ્દેદારોમાં જ અનેક વિવાદો વચ્ચે દિવસે અને દિવસે સમગ્ર પાર્ટી પડી ભાંગી રહી છે અને કોંગ્રેસના જ કેટલાક હોદ્દેદારો ભાજપમાં પહોંચી રહ્યા છે. મહત્વના પાયાના હોદ્દેદારોએ ભાજપનો કેસ પણ ધારણ કર્યું છે તેવામાં નવા જિલ્લા પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રણાની નિમણૂકથી સમગ્ર કોંગ્રેસના સિનિયર હોદેદારો, યુવા કાર્યકરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ 6 વર્ષ નિષ્ક્રિય રહ્યા હતા
ભરૂચ જિલ્લામાં હવે કોંગ્રેસ મુક્ત ભરૂચ જિલ્લો બની રહ્યો હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ 6 વર્ષ નિષ્ક્રિય રહ્યા બાદ પુનઃ તેઓને પ્રમુખ તરીકે જાહેર કરાયા હોય જેના પગલે સમગ્ર મામલો સતત પેચીદો બન્યો છે. નવા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની નિમણૂક થઈ ખરી પરંતુ તેનાથી મહત્વના પાયાના હોદ્દેદારો ચૂંટાયેલી પાંખો યુવા કાર્યકરો નારાજ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. નવનિયુકત જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ ચાર્જ લીધો પરંતુ જ્યારે પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ પ્રમુખ તરીકેનો ચાર્જ છોડ્યો જ ન હોય તો નવા પ્રમુખ ચાર્જ કેવી રીતે લઈ શકે. આવા અનેક સવાલો વચ્ચે હાલ તો કોંગ્રેસમાં ફરી એકવાર ડખા ઉભા થયા છે અને કોંગ્રેસમાં જ વિવાદોના વંટોળ વચ્ચે ફરી એક વાર ભરૂચ જિલ્લો કોંગ્રેસ મુક્ત થવાને આરે આવી રહ્યો છે
ફૈઝલ પટેલ ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાને અંધારામાં રાખી જ નવા પૂર્વ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાને નવનિયુક્ત પ્રમુખ તરીકે જાહેર કરી દીધા છે જેના પગલે નવનિયુક્ત પ્રમુખને અભિનંદન પાઠવવા માટે અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેના પરથી સાબિત થયું હતું કે કોંગ્રેસમાંથી નવા ઉમેદવાર લોકસભાના ફૈઝલ પટેલ હોઈ શકે પરંતુ ગઠબંધને હવે આ મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે. આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે કોંગ્રેસ મુક્ત ભરૂચ બની રહ્યું છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.આવનાર સમયમાં કોંગ્રેસીઓ રાજીનામા આપી શકે તેવા એંધાણ ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
કોઈ નારાજગી નથી અને હોદ્દેદારો રસ્તામાં હશે, આવશે :- રાજેન્દ્રસિંહ રણા
જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સતત બીજી વખત પ્રમુખ બનવાનો મોકો આપ્યો છે, ચૂંટણી કાલે આવતી હોય તો આજે આવે, કોંગ્રેસ તૈયાર છે અને હોદ્દેદારોમાં નારાજગી છે તે બાબતે તેઓએ કહ્યું હતું કે કોઈ નારાજગી નથી. હજુ લોકો આવે છે, રસ્તામાં છે પરંતુ સિનિયર કોંગ્રેસીઓ તમામ સાથે જ છે અને સાથે રહીને જ આગળ કોંગ્રેસ કેવી રીતે મજબૂત બને છે તેના તમામ પ્રયાસ કરીશું તેમ રાજેન્દ્રસિંહ રણાએ કહ્યું હતું
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની નિમણૂક અયોગ્ય :- યુથ કોંગ્રેસ પ્રમુખ નિખિલ શાહ
6 વર્ષથી નિષ્ક્રિય બની ગયેલા કોંગ્રેસના જિલ્લા પૂર્વ પ્રમુખને ફરી પ્રમુખ બનાવવામાં આવ્યા છે તેનાથી ઘણા સિનિયર અને યુવા કાર્યકરો હોદ્દેદારો નારાજ છે.તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં નિષ્ક્રિય રહ્યા હોય અને તેમને પુનઃ જિલ્લા પ્રમુખ બનાવવા યોગ્ય નથી. આવનાર સમયમાં યુદ્ધ કોંગ્રેસ અને સિનિયર કોંગ્રેસીઓ ભેગા મળી કોંગ્રેસ સમિતિની વિરુદ્ધ કાર્યક્રમો આપનાર હોવાની ચીમકી નિખીલ શાહ યુથ કોંગ્રેસના પ્રમુખે આપી છે
જિલ્લા પ્રમુખનો ચાર્જ લેવાની ઉતાવળ હશે-પૂર્વ પ્રમુખ
જિલ્લા કોંગ્રેસ સમિતિનો જિલ્લા પ્રમુખ તરીકે પાંચ વર્ષ ઉપરાંતથી હું છું અને હાલ લોકસભાની ચૂંટણીમાં મોટા ઉપાડે પૂર્વ પ્રમુખને પ્રમુખ તરીકે જાહેર કર્યા છે હું ચાર્જ છોડુ ત્યાર બાદ જ નવા પ્રમુખ ચાર્જ લઈ શકે પરંતુ કહેવાય છે ને કે પદભાર સંભાળવાનો સૌ કોઈને આનંદ હોય છે એટલે ઉતાવળે ચાર્જ લઈ લીધો હોય તેવું માનવું છે
અહેવાલ---દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો-----TARABH: PM MODI નું જનસભાને સંબોધન, કહ્યું કે, ‘મોસાળમાં આવીએ એટલે આનંદ જ હોય…’
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ



