Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aravalli : અમદાવાદ બાદ હવે અરવલ્લીમાં નમકીનમાંથી ગરોળી નીકળી!

અમદાવાદ (Ahmedabad) બાદ હવે અરવલ્લીમાં (Aravalli) નમકીનમાંથી ગરોળી નીકળી હોવાની ઘટના બની છે. અરવલ્લીના ભિલોડામાં (Bhiloda) સહકારી જીનમાં આવેલી નમકીન ફેક્ટરીની ઘોર બેદરકારી સામે આવી છે. સ્થાનિક પરિવારે સરસ્વતી નમકીનના પેકેટમાંથી ગરોળી નીકળી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ પહેલા...
aravalli   અમદાવાદ બાદ હવે અરવલ્લીમાં નમકીનમાંથી ગરોળી નીકળી
Advertisement

અમદાવાદ (Ahmedabad) બાદ હવે અરવલ્લીમાં (Aravalli) નમકીનમાંથી ગરોળી નીકળી હોવાની ઘટના બની છે. અરવલ્લીના ભિલોડામાં (Bhiloda) સહકારી જીનમાં આવેલી નમકીન ફેક્ટરીની ઘોર બેદરકારી સામે આવી છે. સ્થાનિક પરિવારે સરસ્વતી નમકીનના પેકેટમાંથી ગરોળી નીકળી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ પહેલા અમદાવાદમાં આનંદનગરમાં (Anandnagar) રહેતા મહિલા એક મહિનાથી જે અથાણું આરોગી રહ્યા હતા તેમાંથી ગરોળી નીકળી હતી.

સરસ્વતી નમકીનનાં પેકેટમાંથી ગરોળી નીકળી હોવાનો આક્ષેપ

Advertisement

સરસ્વતી નમકીનના પેકેટમાંથી ગરોળી નીકળી હોવાનો આરોપ

રાજ્યમાં ખાણી-પાણી વસ્તુઓમાંથી દેડકા, ગરોળી અને અન્ય જીવાત નીકળતા હોવાના કિસ્સા સતત આપણી સમક્ષ આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ બાદ હવે અરવલ્લીમાં (Aravalli) નમકીનમાંથી ગરોળી નીકળી હોવાની ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં રહેતા એક પરિવારે એવો આક્ષેપ કર્યો છે કે ખરીદીને લાવેલા સરસ્વતી નમકીનના પેકેટમાંથી ગરોળી નીકળી છે. આ ઘટનાનો પરિવારે વીડિયો પણ બનાવ્યો હતો. આ સાથે ભિલોડામાં (Bhiloda) સહકારી જીનમાં આવેલી નમકીન ફેક્ટરીની બેદરકારી છતી થઈ હોવાના આરોપ થયા છે.

Advertisement

આનંદનગરમાં અથાણામાંથી નીકળી હતી ગરોળી

જણાવી દઈએ કે, આ પહેલા અમદાવાદના (Ahmedabad) આનંદનગરમાં રહેતા હિનાબેન એક મહિનાથી જે અથાણું આરોગી રહ્યા હતા, તેમાંથી ગરોળી નીકળી હતી. વિગતો પ્રમાણે, આ અથાણું જૈન ગૃહ ઉદ્યોગમાંથી (jain Ghruh Udhog) લીધું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે, અથાણાની બરણી પર આપેલા ગ્રાહક નંબર પર કોલ કર્યો તો સામેથી ઉડાવ જવાબ મળ્યો હતો. ગૃહ ઉદ્યોગમાંથી જવાબ મળ્યો કે, સોપ પરથી બેનને નવું અથાણુ મળી જશે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતા લોકો સવાલ કરી રહ્યા છે કે, આખરે કેમ લોકોનાં સ્વાસ્થ્ય સાથે આવી રીતે ચેડાં કરવામાં આવી રહ્યા છે ? આરોગ્ય વિભાગ ક્યારે જાગશે અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે ? શું આરોગ્ય વિભાગ કોઈ મોટા નુકસાનની રાહ જોઈને બેઠું છે ? સરકારી પગાર લેતા અધિકારીઓ ક્યારે પોતાની ફરજ સમજી તેને પ્રમાણિત રીતે બજાવશે ?

આ પણ વાંચો - Ahmedabad: બહારનું ખાવું હવે ઝેર સમાન! અથાણામાં ગરોળી તો નરોડાની હોટલના જમવામાં મળ્યો વંદો

આ પણ વાંચો - Jamnagar : ચીઝનાં શોખીનો… ખાતા પહેલા ચેતી જજો! શખ્સે કર્યો આ મોટો દાવો

આ પણ વાંચો - VADODARA : સેવઉસળ ખાતા મંગાવેલી માઝામાંથી મકોડો નિકળ્યો

Tags :
Advertisement

.

×