AUDA શહેરના વિવિધ પ્લોટની હરાજી કરશે, થશે આટલા કરોડની કમાણી
અહેવાલ - રીમા દોશી, અમદાવાદ
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા વિવિધ પ્લોટ ની હરાજી કરવામાં આવશે.મંગળવારે મળેલી ઔડા ની બોર્ડ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો કે ઔડા ના 18 પ્લોટ નું વેચાણ કરાશે જેમાં બોપલ ચાંદખેડા, વેજલપુર સહિત નાં વિસ્તારના રહેણાંક અને કોમર્શિયલ હેતુના પ્લોટ નો સમાવેશ થાય છે જેમાં સૌથી વધુ કિંમત વેજલપુર-237 ટીપી સ્કીમના 9509 ચોરસમીટર પ્લોટની રૂ. 270.62 કરોડ જેટલી મુકવામાં આવી છે.
આ 18 પ્લોટોની હરાજીથી ઔડાને ઓછામાં ઓછી રૂ. 1200 કરોડની આવક થશે. માર્ચ-એપ્રિલ મહિનામાં લેન્ડ પ્રાઇસ કમિટીમાં જે વેલ્યુએશન નક્કી કરવામાં આવી હતી. તે પ્રમાણેના ભાવ પ્લોટના નક્કી કરવામાં આવ્યા છે. કુલ 17 જેટલા પ્લોટ વેચાણમાં મૂકવામાં આવ્યા છે. જેના કારણે ઔડાને રૂ. 1200 કરોડથી વધુની આવકનો અંદાજ કરવામાં આવ્યો છે.
હરાજી થનાર પ્લોટ ની વાત કરીએ તો
| વિસ્તાર | પ્લોટ નો વિસ્તાર | એરિયા | નક્કી કરેલ કિંમત ચો મી |
| બોપલ | 5925 ચો મી | રહેણાંક | 11300 |
| બોપલ | 24804 | કોમર્શિયલ | 100600 |
| બોપલ | 269 | રહેણાંક | 89500 |
| બોપલ | 270 | રહેણાંક | 87300 |
| બોપલ | 272 | રહેણાંક | 85000 |
| બોપલ | 275 | કોમર્શિયલ | 106300 |
| ચાંદખેડા | 265 | કોમર્શિયલ | 117200 |
| ચાંદખેડા | 278 | કોમર્શિયલ | 95100 |
| ચાંદખેડા | 279 | કોમર્શિયલ | 100900 |
| ચાંદખેડા | 280 | કોમર્શિયલ | 96700 |
| ચાંદખેડા | 281 | કોમર્શિયલ | 100900 |
| ચાંદખેડા | 292 | કોમર્શિયલ | 111300 |
| ચાંદખેડા | 296 | કોમર્શિયલ | 106000 |
| વેજલપુર | 202 | કોમર્શિયલ | 272500 |
| વેજલપુર | 237 | કોમર્શિયલ | 284000 |
| ગોધાવી-મણિપુર | 17046 | કોમર્શિયલ | 35200 |
| ગોધાવી-મણિપુર | 16647 | રહેણાંક | 37200 |
આ પણ વાંચો : સટ્ટા કિંગ CHIRAG PARIKH @ JK નું નામ ખોલાવવા AHMEDABAD ક્રાઈમ બ્રાંચના PI PSI એ બુકીને માર માર્યાની ફરિયાદ


