Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાબા બાગેશ્વરના અમદાવાદમાં યોજાનારા દિવ્ય દરબારનું સ્થળ બદલાયું

અમદાવાદમાં આગામી 29-30 મેના રોજ  બાબા બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ઘાટલોડીયા ચાણક્યપુરી વિસ્તારમાં યોજાનારા દિવ્ય દરબારના કાર્યક્રમનું સ્થળ હવે બદલવામાં આવ્યું છે. દિવ્ય દરબારનો કાર્યક્રમ હવે ઓગણજ રિંગ રોડ સર્કલ નજીક નક્કી કરવામાં આવ્યું છે. આયોજકો નિરીક્ષણ કરવા પહોંચ્યા...
બાબા બાગેશ્વરના અમદાવાદમાં યોજાનારા દિવ્ય દરબારનું સ્થળ બદલાયું
Advertisement
અમદાવાદમાં આગામી 29-30 મેના રોજ  બાબા બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ઘાટલોડીયા ચાણક્યપુરી વિસ્તારમાં યોજાનારા દિવ્ય દરબારના કાર્યક્રમનું સ્થળ હવે બદલવામાં આવ્યું છે. દિવ્ય દરબારનો કાર્યક્રમ હવે ઓગણજ રિંગ રોડ સર્કલ નજીક નક્કી કરવામાં આવ્યું છે.
આયોજકો નિરીક્ષણ કરવા પહોંચ્યા
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ચાણક્યપુરી ની જગ્યાએ ઓગણજ પાસે બીએપીએસના યોજાયેલા કાર્યક્રમના સ્થળે રિંગ રોડ પર યોજાશે અને સાંજે બીએપીએસ મહોત્સવની જગ્યા પર નિરીક્ષણ કરવા  તમામ આયોજકો પહોંચ્યા છે.
પોલીસની પરવાનગી ના મળી
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ચાણક્યપુરી બદલીને હવે ઓગણજ રિંગરોડ સર્કલ નજીક યોજાશે.  29મીએ સાંજે 05:00 વાગે દિવ્ય દરબાર યોજાશે. ચાણક્યપુરીમાં નાની જગ્યા હોવાથી નિર્ણય લેવાયો છે.  પોલીસ દ્વારા ચાણક્યપુરીમાં પરવાનગી ન અપાઈ સ્વામિનારાયણ મહોત્સવ યોજાયો હતો તે સ્થળે બાગેશ્વર ધામનો દરબાર યોજાશે
ચાણક્યપુરીની જગ્યા સાંકડી
ચાણક્યપુરીની જગ્યા સાંકડી હોવાથી અને લાખો લોકો દિવ્ય દરબારમાં ઉમટી પડે તેવી શક્યતા હોવાથી કાર્યક્રમનું સ્થળ તત્કાળ બદલવાની આયોજકોને જરુર પડી છે. ઓગણજ રિંગ રોડ સર્કલ પર વિશાળ જગ્યા છે અને અહીં વિશાળ જનમેદનીને સમાવી શકાય તેમ હોવાથી સ્થળ બદલવાનો નિર્ણય કરાયો છે.
Tags :
Advertisement

.

×