Download Apps
Home » સોશિયલ મીડિયાથી ચેતી જજો, લોભામણી સ્કીમ આપી નોકરીના નામે 600 મહિલાઓ સાથે છેતરપીંડી

સોશિયલ મીડિયાથી ચેતી જજો, લોભામણી સ્કીમ આપી નોકરીના નામે 600 મહિલાઓ સાથે છેતરપીંડી

અહેવાલ : નથુ રામદા, જામનગર

સોશિયલ મીડિયાના ફેસબુક સહિતના પ્લેટફોર્મ પર ઘર બેઠા તગડી કમાણી કરી આપતી નોકરી-સ્કીમના નામે 600 ઉપરાંત મહિલાઓ સાથે છેતરપીંડી કરનાર શખ્સને જામનગર સાયબર ક્રાઈમ પોલીસે પકડી પાડ્યો છે. છ માસમાં આ શખ્સે મહિલાઓને લાલચ આપી પ્રતિ મહિલા દીઠ રૂપિયા 500 ઉઘરાવી આર્થિક છેતરપીંડી આચરી છે.

મહત્વનું છે કે, રાજયભરના જીલ્લાઓમાં 600થી વધુ મહિલાઓ સાથે છેતરપીંડી કરનાર આરોપીને જામનગરની સાયબર ટીમ પકડવામાં સફળ રહી છે. લઘુ ઉદ્યોગ અને કુટિર ઉદ્યોગમાં ઘરે બેઠા કામ કરી મહિને રૂા. 25 હજારથી 30 હજાર મળશે તેમ જણાવી લાલચ આપી જિલ્લા દીઠ મહિલાઓનું ગૃપ બનાવી તેઓને સિવણ, ધુપ-અગરબતી, સાબુ બનાવવાનું, બ્યુટીપાર્લરની તાલીમ આપવાની વગેરે લાલચ આપી સંસ્થામાં જોડાવવા માટે વ્યકિતની મેમ્બર શીપના નામે રૂ. 500 રજીસ્ટેશન ફી લઇ જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી તથા રાજકોટ જિલ્લાના કુલ 11 ગૃપ બનાવી 600થી વધારે મહિલાઓને જોડી રૂ. 3,11,500થી વધારે ઓનલાઇન ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. જેની ફરીયાદ મળતા આરોપીને શોધીને પકડી પાડેલ છે એમ જામનગર ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું.

ફેસબુકમાં આપેલી જાહેરાતના આધારે છેતરપીંડી કરનાર આરોપી મનસુખ જનકાટની ધરપકડ કરવામાં આવી છે. ટેકનીકલ ટીમની મદદથી આરોપીને દબોચી લેવાયો છે. આરોપી છેલ્લા ધણા સમયથી રાજયના રાજપીપળા, બરોડા, રાજકોટ, ગીર-સોમનાથ જુનાગઢ, વેરાવળ સહીતના વિસ્તારોમાં નાસતો ફરતો હતો. આરોપી દ્રારા ફેસબુકમાં ઘરબેઠા કામ કરીને સારા પગારની લાલચ આપવામાં આવતી હતી. અને રજીસ્ટ્રેશનના નામે રૂપિયા 500 ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને પૈસા પડાવતો હોવાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચો : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો રવિવારનો કાર્યક્રમ આવ્યો સામે, જાણો ક્યાં ક્યાં જશે બાબા

સેંગોલની નવા સંસદ ભવનમાં  PM મોદીના શુભહસ્તે લોકાર્પણ
સેંગોલની નવા સંસદ ભવનમાં PM મોદીના શુભહસ્તે લોકાર્પણ
By Hiren Dave
1 જુનથી થઈ રહ્યાં છે આ મોટા ફેરફાર
1 જુનથી થઈ રહ્યાં છે આ મોટા ફેરફાર
By Viral Joshi
આ અઠવાડિયે આટલું સસ્તુ થયું સોનું
આ અઠવાડિયે આટલું સસ્તુ થયું સોનું
By Viral Joshi
નેટ ડ્રેસમાં જલપરી બની મલાઇકા અરોરા
નેટ ડ્રેસમાં જલપરી બની મલાઇકા અરોરા
By Hiren Dave
ગરીબી અને દુઃખ વચ્ચે વીત્યુ છે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું બાળપણ
ગરીબી અને દુઃખ વચ્ચે વીત્યુ છે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું બાળપણ
By Vishal Dave
આશિષ વિદ્યાર્થીએ નવી પત્ની સાથે કર્યો ડાન્સ..!
આશિષ વિદ્યાર્થીએ નવી પત્ની સાથે કર્યો ડાન્સ..!
By Vipul Pandya
આ જાનવરના દુધમાં હોય છે આલ્કોહોલ
આ જાનવરના દુધમાં હોય છે આલ્કોહોલ
By Viral Joshi
આવી રહ્યો છે રૂ. 75 નો સિક્કો !
આવી રહ્યો છે રૂ. 75 નો સિક્કો !
By Viral Joshi
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

સેંગોલની નવા સંસદ ભવનમાં PM મોદીના શુભહસ્તે લોકાર્પણ 1 જુનથી થઈ રહ્યાં છે આ મોટા ફેરફાર આ અઠવાડિયે આટલું સસ્તુ થયું સોનું નેટ ડ્રેસમાં જલપરી બની મલાઇકા અરોરા ગરીબી અને દુઃખ વચ્ચે વીત્યુ છે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું બાળપણ આશિષ વિદ્યાર્થીએ નવી પત્ની સાથે કર્યો ડાન્સ..! આ જાનવરના દુધમાં હોય છે આલ્કોહોલ આવી રહ્યો છે રૂ. 75 નો સિક્કો !