Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch: 9 વર્ષની બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ, મેડિકલ રિપોર્ટમાં ભાંડો ફુટતા બંનેની ધરપક

Bharuch: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામની સ્કૂલના ગેટ નજીકથી 2 યુવાનો ધોરણ 9ની વિદ્યાર્થીનીને ફોર ગાડીમાં અપહરણ કરી ભરૂચ નજીકની કાઠીયાવાડી હોટલમાં લઈ જાય તેણીની ઉપર દુષ્કર્મ આચર્યુ હોવાના પ્રકરણમાં તપાસ દરમિયાન બળાત્કારની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે અને...
bharuch  9 વર્ષની બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ  મેડિકલ રિપોર્ટમાં ભાંડો ફુટતા બંનેની ધરપક
Advertisement

Bharuch: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામની સ્કૂલના ગેટ નજીકથી 2 યુવાનો ધોરણ 9ની વિદ્યાર્થીનીને ફોર ગાડીમાં અપહરણ કરી ભરૂચ નજીકની કાઠીયાવાડી હોટલમાં લઈ જાય તેણીની ઉપર દુષ્કર્મ આચર્યુ હોવાના પ્રકરણમાં તપાસ દરમિયાન બળાત્કારની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે અને બંને આરોપીની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. વિગતે વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા ધોરણ 9 ની વિદ્યાર્થિનીને શાળાના ગેટ પરથી અપહરણ કરીને લઈ ગયા હતા. અપહરણ કર્યા બાદ ભરૂચ (Bharuch) ઝાડેશ્વર નજીકની કાઠીયાવાડી હોટલના એક રૂમમાં મેહુલ પટેલે દુષ્કર્મ આચાર્ય હોવાનો મેડિકલ રિપોર્ટમાં ફુટ્યો ભાંડો હતો.

અપહરણ, પોકસો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ

ભરૂચ (Bharuch)જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકમાં ભોગ બનનારની માતાએ દીકરીના અપહરણ કરી જનાર બે યુવાનો અને એક મહિલા મળી ત્રણ લોકો સામે અપહરણ, પોકસો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે તપાસમાં ભોગ બનનાર વિદ્યાર્થીનીને ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપરની એક કાઠીયાવાડી હોટલમાં લઈ જઈ મેહુલ દિનેશ પટેલ ઉંમર વર્ષ 35 રહે અલકાપુરી સોસાયટી રાજપારડી ઝગડીયાનાઓએ હોટલના રૂમમાં સગીરા સાથે દુષ્કર્મ આચાર્યુ હોવાનું મેડિકલ રિપોર્ટમાં અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. ગુનામાં મેહુલ પટેલ સામે બળાત્કારની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે સાથે તેને મદદગારી કરનાર નરાધમના મિત્ર યુવરાજસિંહ હરિસિંહ રાજની પણ ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

પોલીસે ધરપકડ કરી મેડિકલ પરીક્ષણની કવાયત હાથ ધરી

સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમ અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરી મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે, જે હોટલમાં સગીરા ઉપર દુષ્કર્મ થયું હતું તે હોટલના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા પણ પોલીસે મેળવી કોર્ટમાં રજૂ કરવાની કવાયત કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે આગળની પોલીસ તપાસ પણ ચાલી રહીં છે.

Advertisement

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Rajkot: આને કહેવાય વિકાસ? નેતાજીએ કર્યું ખખડધજ બસનું ઉદ્ઘાટન, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો: Paper leak નું એપી સેન્ટર બન્યું ગુજરાત? વધુ એક કૌભાંડમાં આવ્યું નામ

આ પણ વાંચો: Bhavnagar મનપાના અધિકારી ફાલ્ગુન શાહ સામે દુષ્કર્મની ફરિયાદ, 4 વર્ષથી હતાં સંપર્કમાં

Tags :
Advertisement

.

×