Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : ચૂંટણીનો પ્રચાર કરવા અર્થે ગયેલા ભાજપના કાર્યકર્તાઓ સાથે થઈ મારામારી, વિડીયો થયો વાયરલ

BHARUCH : દક્ષિણ ભરૂચ ( BHARUCH ) જીલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. જેના પગલે ભરૂચ જીલ્લાના અનેક ગામોમાં પ્રચાર અર્થે જઈ રહેલા ભાજપના કાર્યકર્તાઓને મારા મારી ભગાડી રહ્યા હોવાના વાયરલ વીડિયોના પગલે ભાજપ વધુ ચિંતિત બની ...
bharuch   ચૂંટણીનો પ્રચાર કરવા અર્થે ગયેલા ભાજપના કાર્યકર્તાઓ સાથે થઈ મારામારી  વિડીયો થયો વાયરલ
Advertisement

BHARUCH : દક્ષિણ ભરૂચ ( BHARUCH ) જીલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. જેના પગલે ભરૂચ જીલ્લાના અનેક ગામોમાં પ્રચાર અર્થે જઈ રહેલા ભાજપના કાર્યકર્તાઓને મારા મારી ભગાડી રહ્યા હોવાના વાયરલ વીડિયોના પગલે ભાજપ વધુ ચિંતિત બની  છે.

ભરૂચ ( BHARUCH ) જીલ્લામાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે ભાજપના કાર્યકર્તાઓ ગામે ગામ પ્રચાર અર્થે પહોંચી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર પંથકમાં ગતરોજ બોરીદ્રા ગામે પ્રચાર અર્થે ગયેલા ભાજપના કાર્યકર્તાઓને ગામમાં પ્રવેશ કરવા દીધો ન હતો અને પ્રચાર અર્થે આવેલા લોકોને ગ્રામજનોએ ભગાડયા હતા.જેમાં ખેડૂતોએ પણ વિરોધ દર્શાવ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓને સાથે મારા મારીના વાયરલ વીડિયોએ હાલ ભારે હડકંપ મચાવ્યો છે.

Advertisement

Advertisement

અંકલેશ્વર તરફના પુનગામમાં ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર અર્થે ગયા હતા જેમાં પુનગામ અને નવા પુનગામમાં પ્રચાર અર્થે પહોંચેલા ભાજપના કાર્યકર્તાને ગ્રામજનો ઘેરી વળ્યાં હતા અને ગામમાં પ્રચાર કરવાનું કોને કહ્યું કહી ગ્રામજનોએ પ્રચાર અર્થે આવેલા ભાજપના કાર્યકર્તાને રીસલના ઝપાઝપી કરી ભગાડયા હતા અને ઝપાઝપીમાં મારામારીના દ્રશ્યો પણ વીડિયોમાં કેદ થયા છે. જેમાં એક આધેડ મહિલા ભાજપનો પ્રચાર કરવા આવેલાને ધબ્બા મારી જમીન ઉપર પડેલો પથ્થર મારતા તેમજ એકને તો કોલર પકડીને લાફા મારતા હોવાના વિડીયો સતત સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. વિરોધ દર્શાવવો દરેક નાગરીકનો હક છે પરંતુ આ રીતે હિંસા કરવી એ કેટલી યોગ્ય છે?

અહેવાલ : દિનેશ મકવાણા

આ પણ વાંચો : Jamnagar : અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું – ઘોડા અને ગધેડા વચ્ચે પણ ભેદ નથી કરી શકતા

Tags :
Advertisement

.

×