Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch: વેરાનો બોજો જનતાના માથે નાખતા વિપક્ષીઓ હવે મેદાને

ભરૂચ નગરપાલિકાએ સંખ્યાબંધ ગોટાળા કર્યા હોવાના આક્ષેપ સાથે નગરપાલિકાએ વેરા વધારાને લઈ નગરપાલિકા દેવુ મુક્ત કરવા માટે વેરાનો બોજો જનતાના માથે નાખતા વિપક્ષીઓ હવે મેદાનમાં ઉતર્યા છે અને ભેળા નાબુદી માટે મહા અભિયાન છેડ્યું છે જેમાં પાંચબત્તી ખાતે 2,000થી વધુ...
bharuch  વેરાનો બોજો જનતાના માથે નાખતા વિપક્ષીઓ હવે મેદાને
Advertisement

ભરૂચ નગરપાલિકાએ સંખ્યાબંધ ગોટાળા કર્યા હોવાના આક્ષેપ સાથે નગરપાલિકાએ વેરા વધારાને લઈ નગરપાલિકા દેવુ મુક્ત કરવા માટે વેરાનો બોજો જનતાના માથે નાખતા વિપક્ષીઓ હવે મેદાનમાં ઉતર્યા છે અને ભેળા નાબુદી માટે મહા અભિયાન છેડ્યું છે જેમાં પાંચબત્તી ખાતે 2,000થી વધુ વાંધા અરજીનો ઉપાડો થયો હોય અને 500 થી વધુ અરજીઓ લોકોએ સ્થળ ઉપર જમા કરાવતા નગરપાલિકાના સત્તાધીશોમાં ખળભળાટ મચી ગયો છે

Advertisement

Image preview

Advertisement

વેરો વધારવા માટે બોર્ડમાં મંજૂર કરી
ભરૂચ નગરપાલિકા દેવામાં ગળકાવ થતા નગરપાલિકાને દેવા માંથી બહાર કાઢવા માટે સત્તાધારી પક્ષે બહુમતીના જોરે વેરો વધારવા માટે બોર્ડમાં મંજૂર કરી હતી ભરૂચ નગરપાલિકા દેવા માંથી બહાર કેવી રીતે આવે છે તેના પ્રયાસ કરવા સાથે વેરો વધારો જીવતા વિપક્ષ સિવાય પણ મહા અભિયાન છેડ્યું છે અને નગરપાલિકાના ગોટાળા રજૂ કરી શહેરીજનોને જાગૃત કર્યા છે અને જનતા પણ હવે જાગૃત થઈ છે ભરૂચ નગરપાલિકાના વિપક્ષીઓએ નગરપાલિકાના વેરા નાબૂદી માટે વાંધા અરજીનું વિતરણ કરવા પ્રથમ સેન્ટર પાંચબત્તી ખાતે મુક્યું હતું જેમાં પૂર્વ સાંસદ અહેમદભાઈ પટેલની પુત્રી રાષ્ટ્રીય નેતા મુમતાજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આટલી મોંઘવારીમાં નગરપાલિકા જનતાના ખીસા ખાલી કરવા માટે નીકળી છે અને વિપક્ષોએ પણ જનતાને જાગૃત કરવાનું કામ કર્યું છે જેમાં નગરજનોએ પણ સહકાર આપવો જોઈએ 4 કલાક માટે ઊભા કરાયેલા સેન્ટર ઉપર વાંધા અરજીનું ફોર્મેટ મેળવવા માટે નગરજનોનો મેળાવડો જામ્યો હતો

Image preview

500થી વધુ નગરજનોએ સ્થળ ઉપર જ વાંધા અરજીઓ જમા કરાવી હતી
ભરૂચ નગરપાલિકાના વિપક્ષી નેતા સંમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઢીવાલા સલીમ અમદાવાદ ઇબ્રાહીમ કલકલ કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નગરસેવકો હાજર રહ્યા હતા અને નગરજનોને વેરા નાબૂદી માટે વાંધા અરજીઓનું ફોર્મેટ વિતરણ કર્યું હતું વિપક્ષોએ 2000થી વધુ વાંધા અરજીના ફોર્મેટનો ખડકલો કરી નગરજનોને વિતરણ કર્યા હતા જેમાં ભાજપના સમર્થનના લોકો પણ મોટી માત્રામાં વેરા નાબૂદીની વાંધા અરજીઓ લઈ ગયા હતા જ્યારે 500થી વધુ નગરજનોએ સ્થળ ઉપર જ વાંધા અરજીઓ જમા કરાવી હતી સાથે વિપક્ષીઓએ એક બેનર પણ લગાવ્યું હતું જેમાં વેરા નાબુદી કરવા ઇચ્છતા લોકોએ પોતાની સહી કરીને વિરોધ દર્શાવ્યો હતો

Image preview

સિનિયર સિટીઝન હોય સૌથી વધુ વાંધા અરજીનો લાભ લીધો :- વિપક્ષ
કાળજાળ ગરમીમાં મોંઘવારી પણ આસમાને પહોંચી છે અને તેમાંય ભરૂચ નગરપાલિકાએ વેરા વધારાને લઈ વિપક્ષોએ છેડેલા અભિયાનમાં સિનિયર સિટીઝનો પણ મેદાનમાં ઉતર્યા હતા વેરા નાબુદી માટે વાંધા અરજી મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો લઈ ગયા હતા અને સોસાયટી વિસ્તારમાં અન્ય લોકો માટે પણ વાંધા અરજી લઈ ગયા હતા ત્યારે ભરૂચ નગરપાલિકામાં નગરજનોના વાંધા અરજીના કેટલાક ખડકલા થાય છે તે જોવું રહ્યું પરંતુ વેરાના નાબૂદી થઈ જશે તેવો આશવાદ વિપક્ષીઓ વ્યક્ત કરી રહ્યા છે

અહેવાલ - અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ  વાંચો - BHARUCH : સેવાશ્રમ રોડ વન વે જાહેર બાદ સદંતર બંધ કરતાં ટ્રાફિકજામની સમસ્યા

Tags :
Advertisement

.

×