Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavnagar: આંબલા ગામે બાળકો રમતા રમતા મિક્સરમાં આવી જતા મોત

Bhavnagar: ભાવનગર (Bhavnagar)જિલ્લાના આંબલા ગામે 2 બાળકોના મોત થયાની ઘટના સામે આવી છે,ફેકટરીમાં મશીન ચાલુ કરતા પહેલા કરંટ આવ્યો અને પછી મશીનમાં આવી જતા બન્ને બાળકોના મોત થયા છે,પોલીસે મૃતદેહને હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથધરી છે. ફેકટરીમાં બની ઘટના બ્લોક...
bhavnagar  આંબલા ગામે બાળકો રમતા રમતા મિક્સરમાં આવી જતા મોત

Bhavnagar: ભાવનગર (Bhavnagar)જિલ્લાના આંબલા ગામે 2 બાળકોના મોત થયાની ઘટના સામે આવી છે,ફેકટરીમાં મશીન ચાલુ કરતા પહેલા કરંટ આવ્યો અને પછી મશીનમાં આવી જતા બન્ને બાળકોના મોત થયા છે,પોલીસે મૃતદેહને હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

ફેકટરીમાં બની ઘટના

બ્લોક બનાવતી ફેકટરીમાં મશીનમાં આવી જતા બે બાળકોના મોત થયા છે.આંબલા ગામે એક ખાનગી ફેકટરીમાં દાહોદનો આદિવાસી પરિવાર ફેકટરીમાં મજૂરી માટે આવ્યો હતો તે દરમિયાન ફેકટરીમાં બાળકે મશીનની સ્વીચ ચાલુ કરી નાખતા બે બાળકનો શોર્ટ લાગ્યો અને ત્યારબાદ મશીનમાં આવી જતા બન્ને સગ્ગા ભાઈના મોત થયા છે.બાળકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Advertisement

22 માર્ચ 2024ના રોજ પણ બની આવી જ એક ઘટના

ભાવનગરના ઘોઘા તાલુકાના લાખાણકા પુલ પરથી ઘઉં કટિંગ કરતુ થ્રેશર મશીન નીચે ખાબક્યુ હતું. જેમા થ્રેશર મશીન પર બેસેલા ત્રણ લોકો દબાતા તેમના મોત નિપજ્યા હતા. સ્થાનિક લોકોએ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.લાખણકા ગામ નજીક પુલ પરથી મશીન નીચે ખાબક્યુ હતુ. જેમા અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. અકસ્માત સર્જાતા થ્રેશર મશીન પર બેસેલા ત્રણ લોકો નીચે દબાયા હતા. સ્થાનિક લોકો દ્વારા નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમા ત્રણ લોકોને ગંભીર ઈજા આવતા તેમના મોત નિપજ્યા હતા.

Advertisement

રાજકોટમાં 1 મહિના પહેલા બાળકનું મશીનમાં પગ અડતા મોત

રાજકોટની જનાના હોસ્પિટલમાં 3 મહિનાનાં બાળકને સારવાર માટે મશીન ઉપર રખાયો હતો. આ મશીનમાં બાળકનો પગ દાઝી જતા ગણતરીની કલાકોમાં મોત નિપજ્યું હતું. જેને લઈને પરિવાર દ્વારા ડોક્ટરની બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બાળકને માત્ર તાવ હોવા છતાં ડોક્ટરે આંચકીનું કહી તેને સારવાર માટે મશીનમાં રાખ્યો હોવાનું માતાએ જણાવ્યું હતું. જેને લઈને જનાના હોસ્પિટલની સારવાર સામે સવાલો ઉઠયા હતા.

આ પણ  વાંચો - VADODARA : રથયાત્રા મોટી સ્ક્રીન પર જોઇ શકાય તેવું આયોજન, જાણો સંપૂર્ણ તૈયારી

આ પણ  વાંચો - Liquor Trafficking: દારૂ ભરેલા વાહનોનો પીછો કરી લૂંટ ચલાવતી બદમાશ પોલીસ ગેંગ

આ પણ  વાંચો - VADODARA : MSU ના VC પર સિનિયર ધારાસભ્ય બરાબરના ગિન્નાયા

Tags :
Advertisement

.