Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Duplicate Seeds: નકલી બિયારણ પર ગુજરાતના મીડિયા ઇતિહાસમાં સૌથી મોટો ખુલાસો

Duplicate Seeds: ગુજરાતમાં અત્યારે નકલી બિયારણનો મામલો સામે આવ્યો છે. અનેક જગ્યાએથી નકલી બિયારણ વેચાતું હોવાની વિગતો સામે આવી હતી. કેટલાક શહેરમાં નકલી બિયારણો અંગે રેડ પણ પાડવામાં આવી હતી. જેમાંથી કેટલીય જગ્યાએ અનધિકૃત બિયારણનો જથ્થો મળી આવ્યો હતો. નોંધનીય...
duplicate seeds  નકલી બિયારણ પર ગુજરાતના મીડિયા ઇતિહાસમાં સૌથી મોટો ખુલાસો
Advertisement

Duplicate Seeds: ગુજરાતમાં અત્યારે નકલી બિયારણનો મામલો સામે આવ્યો છે. અનેક જગ્યાએથી નકલી બિયારણ વેચાતું હોવાની વિગતો સામે આવી હતી. કેટલાક શહેરમાં નકલી બિયારણો અંગે રેડ પણ પાડવામાં આવી હતી. જેમાંથી કેટલીય જગ્યાએ અનધિકૃત બિયારણનો જથ્થો મળી આવ્યો હતો. નોંધનીય છે કે, બિયારણ ખેડૂત માટે અતિઆવશ્યક છે, તેના આધારે જ ખેડૂતોને પોતાના પાકમાં આવક મળતી હોય છે. પરંતુ ખેડૂત લાવે તે બિયારણો કેવા છે? બિયારણ નકલી છે કે, અને અનધિકૃત તે કેવી રીતે જાણી શકાશે? આ અંગે ગુજરાતી મીડિયામાં ગુજરાત ફર્સ્ટ દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

અધિકૃત હોદ્દેદારો દ્વારા નકલી બિયારણ મામસે મોટો ખુલાસો

આ અંગે ખુલાસો કરવા માટે ગુજરાત સીડ ઈન્ડસ્ટ્રીઝના અધિકારીઓ ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં આવ્યા અને સાચી વિગતો જણાવી હતી. અહીં અધિકૃત હોદ્દેદારો દ્વારા નકલી બિયારણ મામસે મોટો ખુલાસો કરી સાચી હકીકત જણાવી.નકલી બિયારણ મામલે એસોસિએશને ખુલાસો કર્યો કે, આ નકલી નહીં પરંતુ અનધિકૃત બિયારણ છે.જેને વહેચવાનો પરવાનો ભારત સરકાર નથી આપતી. અત્યારે અનધિકૃત બિયારણને સરકાર માન્યતા આપે તેવી માગ કરવામાં આવી છે. નોંધનીય છે કે, માર્કેટમાં વેચાતા તમામ આ પ્રકારના બિયારણ નકલી નથી. 4જી અને 5 જી તરીકે વેચાતા બિયારણને સરકાર તરફથી મંજૂરી મળે તેવી અપેક્ષાઓ છે.

Advertisement

નકલી બિયારણનો વિવાદ સામે આલતા ખેડૂતો મૂંઝવણમાં!

નોંધનીય છે કે, નકલી બિયારણનો વિવાદ સામે આલતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે કે, શું આ બિયારણ વાવીશું તો પાક થશે કેમ? જો કે, આ મામલે ગુજરાત ફર્સ્ટ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. સીડ ઈન્ડસ્ટ્રીઝના અધિકારીઓએ જણાવ્યું કે, અત્યારે માર્કેટમાં જે 4 જી અને 5 જીના નામે બિયારણો વેચાઈ રહ્યા છે તેને સરકારે માન્યતા નથી આપી, એટલે તેને નકલી તો ના કહીં શકાય પરંતુ તેને અનધિકૃત બિયારણ કહી શકાય. કારણ કે, તે સરકાર દ્વારા માન્યતા મેળવેલા નથી. પરંતુ તો આ પ્રકારનું બિયારણ સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવે તો વચેટિયાઓનું રાજ ખતન થઈ જાય અને હપ્તારાજ ખોરવાઈ જાય! જેથી આ મામલે અન્ય પણ ઘણા સવાલો થઈ રહ્યાં છે. જો કે મૂળ વાત એ છે કે, બિયારણ નકલી નથી પરંતુ અનધિકૃત છે.

Advertisement

આ પણ વાંચો: Fake Seeds: શંકાસ્પદ બિયારણના તાર છેક ઈડર સુધી! કાર્યવાહી થતાં અન્ય વિક્રેતાઓ ભયભીત

આ પણ વાંચો:  Farmer : 7 વર્ષમાં 150 કરોડનું નકલી બિયારણ ઝડપાયું

આ પણ વાંચો: Duplicate Seeds : ઉપલેટામાંથી ઝડપાયું નકલી બિયારણ..!

Tags :
Advertisement

.

×