Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR Patil એ રાજપીપળામાં કર્યું કમલમનું ઉદ્ઘાટન, સમારોહમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા

CR Patil in Rajpipla : લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. તમામ પાર્ટીઓ હવે પોતાને જનતા સામે શ્રેષ્ઠ હોવાનું જણાવતા પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપ તેમા સૌથી આગળ દેખાઇ રહી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કે લોકસભાની ચૂંટણી થવાની છે...
ભાજપ પ્રદેશ અધ્યક્ષ cr patil એ રાજપીપળામાં કર્યું કમલમનું ઉદ્ઘાટન  સમારોહમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા
Advertisement

CR Patil in Rajpipla : લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. તમામ પાર્ટીઓ હવે પોતાને જનતા સામે શ્રેષ્ઠ હોવાનું જણાવતા પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપ તેમા સૌથી આગળ દેખાઇ રહી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કે લોકસભાની ચૂંટણી થવાની છે ત્યારે રાજ્યમાં ભાજપનો પ્રચાર કરવાની સૌથી મોટી જવાબદારી પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી. આર. પાટીલના ખભે છે. આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાજપીપળા પહોંચ્યા જ્યા તેમણે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપરાંત તેમણે કોંગ્રેસના નેતાઓનું ભાજપમાં સ્વાગત કરાવ્યું હતું.

ભાજપમાં ભરતી મેળો યથાવત

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નર્મદામાં રાજપીપળા ખાતે કમલમનું ઉદ્ઘાટન કર્યું હતું. મળી રહેલી માહિતી અનુસાર, અંદાજે 6 કરોડના ખર્ચે અદ્યતન કમલમ બનાવવામાં આવ્યું છે. વળી આ ઉદ્ઘાટન સમારોહ બાદ કમલમ ખાતે સી.આર.પાટીલ સંબોધન કરશે જે પછી ભાજપ ભરતી મેળો યોજાયો હતો. મળી રહેલી માહિતી અનુસાર, કોંગ્રેસ પ્રદેશ કાર્યકારી પ્રમુખ માયનોરેતી ડિપાર્ટમેન્ટ ઇમત્યાજ કાદરી 500 કોંગ્રેસના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. ઉપરાંત કોંગ્રેસના રાજપીપલા નગરપાલિકા વિપક્ષ નેતા સાહિનૂર બીબી પણ 200 મહિલાઓ સાથે ભાજપમાં જોડાયા છે. ભાજપમાં ભરતી મેળો આજે પણ યથાવત છે. સમયાંતરે સમાચાર સામે આવી રહ્યા છે કે, ભાજપમાં અલગ-અલગ પાર્ટીઓના નેતાઓ કે કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે.

Advertisement

આ ઉદ્ઘાટન સમારોહમાં જાણો શું કહે છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR Patil

Advertisement

આ પણ વાંચો - BJP : નેતાઓ અને કલાકારો ભાજપમાં જોડાયા

આ પણ વાંચો - Vadodara Politics : ઇનામદારના રાજીનામા અંગે સી.આર.પાટીલનું મોટુ નિવેદન

આ પણ વાંચો - ગુજરાત ભાજપના સેનાપતિ સી. આર પાટીલનો આજે 70 મો જન્મદિવસ

Tags :
Advertisement

.

×