Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ત્રણ રાજ્યોમાં BJP ની જીત થતા છોટાઉદેપુરમાં ખુશીનો માહોલ, કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો

અહેવાલ - તૌફીક શેખ છોટાઉદેપુર ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો આનંદ અને જીતની ભવ્ય ખુશી જોવા મળી હતી. ભારત દેશમાં ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત સાથે જીત મળી...
ત્રણ રાજ્યોમાં bjp ની જીત થતા છોટાઉદેપુરમાં ખુશીનો માહોલ  કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો
Advertisement
અહેવાલ - તૌફીક શેખ
છોટાઉદેપુર ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો આનંદ અને જીતની ભવ્ય ખુશી જોવા મળી હતી. ભારત દેશમાં ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત સાથે જીત મળી છે અને કોંગ્રેસ તથા અન્ય પક્ષના સુપડા સાફ થઈ ગયા છે. ત્યારે છોટાઉદેપુર ખાતે પણ કાર્યકરોમાં અનેરો આનંદ ફેલાયો છે અને જીતની ખુશી સાથે છોટાઉદેપુર કાલિકા માતાના મંદિર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી, આતશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા.
Image preview
સમગ્ર દેશમાં લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની હાલ સત્તા ચાલી રહી હોય ત્યારે વિધાનસભામાં પણ એક પછી એક રાજ્યમાં ચૂંટણીઓ થતા ભારતીય જનતા પાર્ટીની જીતમાં વધારો જોવા મળી રહ્યો છે. એક પછી એક બેઠકો અને પ્રચંડ બહુમત સાથે જીતનો શહેરો ભાજપને જઈ રહ્યો છે ત્યારે જીત મેળવવા માટે મહત્વનો યોગદાન આપતા ભાજપાના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Image preview
દેશના ત્રણ રાજ્યો રાજસ્થાન , મધ્યપ્રદેશ, અને છત્તીસગઢમાં  ભારે બેઠકો સાથે ભાજપાનો પરચમ લહેરાતા કાર્યકરોમાં ભારે ખુશી જોવા મળી રહી છે અને છોટાઉદેપુર સહિત સમગ્ર જિલ્લામાં ફટાકડા ફોડી એકબીજાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આમ ત્રણ રાજ્યોમાં ભાજપને મળેલી પ્રચંડ જીતની ખુશીમાં આજરોજ નગરની મધ્યમાં આવેલ શ્રી રામજી મંદિરના ચોકમાં કરવામાં આવેલ આતશબાજીના પ્રસંગે ઉપસ્થિત રહેલ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજજન બેન રાજપુત , શહેર ભાજપના પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી , મહામંત્રી અંકુર પંચોલી , મુકેશ રાઠવા , યુવા મોરચાના પ્રમુખ ગીરીશ રાઠવા , મહેશભાઈ અંબાલિયા, ચેતન ભોઈ, બ્રિજેશ , મેહુલભાઈ સહિત અને કાર્યકરો જોડાયા હતા.
Tags :
Advertisement

.

×