Marriage Registration Scam: ગોધરામાં બોગસ લગ્ન નોંધણીનું કૌભાંડ, માત્ર એક જ મહિનામાં 100 લગ્ન નોંધાતા કાર્યવાહી
Marriage Registration Scam, Godhra: હવે બોગસ લગ્નની નોંધણીના સમાચારો સામે આવી રહ્યા છે. રાજ્યમાં અત્યારે આવો એ જ બનાવ ગોધરામાંથી સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે ગોધરામાંથી બોગસ લગ્ન નોંધણીનું કૌભાંડ સામે આવ્યું છે. અહીં માત્ર એક જ મહિનામાં 100 લગ્ન નોંધાતા TDO દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગોધરા શહેરાના ભદ્દાલા ગામના તલાટીને સસ્પેન્ડ કરાયો કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, નોટિસ આપવા છતાં બેરોકટોક લગ્ન નોંધણી કરતો હતો.
તલાટીએ 6 મહિનામાં 550 લગ્ન નોંધણી કરીને સર્ટિફિકેટ આપ્યા
તમને જણાવી દઈએ કે, ગોધરામાં થયેલા આ બોગલ લગ્ન નોંધણી કૌભાંડમાં તલાટીએ 6 મહિનામાં 550 લગ્ન નોંધણી કરીને સર્ટિફિકેટ આપ્યા છે. આ તલાટી માત્ર ગોધરામાં જ નહીં પરંતુ ગુજરાત બહારના ભાગેડુ કપલની પણ લગ્ન નોંધણી કરતો હતો. મળતી વિગતો પ્રમાણે યુપી, કેરળ, મહારાષ્ટ્ર, એમપી, રાજસ્થાનના કપલના બોગર લગ્નની નોંધની (Marriage Registration Scam) કરીને સર્ટિફિકેટ બનાવી આપતો હતો. આવા કેસ રાજ્યમાં સતતત વધી રહ્યા છે. બોગસ લગ્ન કરવી દેવાથી અનેક પ્રકારના દુષણો આવી જાય છે. એટલું જ નહીં પરંતુ તેના કારણે સાચા લગ્ન પર પણ સવાલો થઈ શકે છે.
ભદ્દાલા ગામના તલાટીને કાર્યવાહીના ભાગરૂપે સસ્પેન્ડ કરાયો
ગોધરામાં અત્યારે જે બોગસ લગ્ન નોંધણી (Marriage Registration Scam)નું કૌભાંડ ઝડપાયું છે જેમાં ગોધરા શહેરના ભદ્દાલા ગામના તલાટીને કાર્યવાહીના ભાગરૂપે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ તલાટી બોવસ લગ્નમાં સર્ટિફિકેટ બનાવી આપતો હતો. મળતી વિગતો પ્રમાણે ભદ્દાલા ગામના તલાટીએ 550 લગ્ન નોંધણીના સર્ટિફિકેટ બનાવી આપ્યા હતા. એટલું જ નહીં પરંતુ એક જ મહિનામાં 100 લગ્ન નોંધાતા તલાટી પર શંકાઓ ગઈ હતી. જેથી તેની સામે તપાસ કરવામાં આવી હતી અને હકીકત સામે આવતા TDO દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ મામલે કાર્યલાહી કરવામાં આવી છે.