Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CHHOTA UDEPUR : શિક્ષણ માટે વિધ્યાર્થીઓ બે કિલોમીટરનો પ્રવાસ ખેડવા મજબૂર, વાલીઓ બાળકોના ભાવી અંગે ચિંતિત

અહેવાલ - તોફીક શેખ  છોટાઉદેપુર જિલ્લાનું મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલું કટારવાંટ ગામ કે જ્યાં બાળકોને શિક્ષણ મેળવવા માટે બે કિલોમીટરનો પ્રવાસ ખેડવો પડી રહ્યો છે. વાલીઓને બાળકોના જીવના જોખમનો ભય સતાવી રહ્યો છે. તો બીજી તરફ શિક્ષણથી વંચિત રહેતા હોય...
chhota udepur   શિક્ષણ માટે વિધ્યાર્થીઓ બે કિલોમીટરનો પ્રવાસ ખેડવા મજબૂર  વાલીઓ બાળકોના ભાવી અંગે ચિંતિત
Advertisement
અહેવાલ - તોફીક શેખ 
છોટાઉદેપુર જિલ્લાનું મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલું કટારવાંટ ગામ કે જ્યાં બાળકોને શિક્ષણ મેળવવા માટે બે કિલોમીટરનો પ્રવાસ ખેડવો પડી રહ્યો છે. વાલીઓને બાળકોના જીવના જોખમનો ભય સતાવી રહ્યો છે. તો બીજી તરફ શિક્ષણથી વંચિત રહેતા હોય તેઓના ભાવી અંગેની ચિંતા સતાવી રહી છે.

છોટાઉદેપુર જિલ્લાનું મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલું કટારવાંટ ગામ કે જ્યાં બાળકોને શિક્ષણ મેળવવા માટે બે કિલોમીટરનો પ્રવાસ ખેડવો પડી રહ્યો છે. તેવામાં વાલીઓને બાળકોના જીવના જોખમનો ભય સતાવી રહ્યો હોય વહેલી તકે ગામના બાળકો ગામમાં જ ભણે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાનું મધ્યપ્રદેશની બોર્ડર ઉપર 155 જેટલા મકાનો માં 595 જેટલી વસ્તી ધરાવતો કટારવાંટ ગામ આવેલું છે. જ્યાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત હસ્તકની ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા આવેલી છે. જે શાળાની ઇમારત જર્જરીત થતા તેને તોડી પાડી નવી જગ્યાએ શાળા બાંધવાની મંજૂરી પણ આપવામાં આવી અને બાંધકામ પણ શરૂ કરાયું.
પરંતુ, ઇજારેદાર અધવચ્ચે કામ છોડીને પલાયન થતાં હાલ ઇમારત ખંડેર બનતી જોવા મળી રહી છે.નવનિર્માણ થઈ રહેલી ઈમારતમાં કામ લાંબા સમયથી બંધ હોઈ ઝાડી ઝંખર પણ ઊગી નીકળ્યા છે. લગભગ બે વર્ષ જેટલા સમયથી શાળાની ઇમારતનું બાંધકામ "જાણે કોઈએ સ્ટેચ્યુ કહ્યું હોઈ તેમ તેની તે જ હાલતમાં જોવા મળી રહ્યું છે, જેનો ભોગ બાળકો બની ગયા છે. કરે કોણ અને ભરે કોણ જેવી હાલ તો પરિસ્થિતિમાંથી કટારવાટ ગામના બાળકો પસાર થઈ રહ્યા છે, અને બે કિલોમીટર પ્રવાસ ખેડીને નજીક આવેલ વાગલવાડા પ્રાથમિક શાળાના મકાનમાં શિક્ષણ મેળવવા માટે મજબૂર બન્યા છે.
તેવામાં ગ્રામજનો જણાવી રહ્યા છે કે, એક તરફ બાળકો બે કિલોમીટર જેટલો અંતર એ પણ જાહેર માર્ગ પરથી કે જ્યાં સતત ટ્રાફિકથી ધમધમતો માર્ગ હોય તેવા માર્ગ ઉપરથી સાંજ સવાર ભણવા જાય છે. તો તેમાં બાળકોના જીવના જોખમનો ભય સતાવે છે. તો બીજી તરફ કેટલાક બાળકો તો દૂર અંતરે જવાનું હોય શાળાએ જતા નથી જેને લઇ  તેઓ શિક્ષણથી વંચિત રહેતા હોય તેઓના ભાવી અંગેની ચિંતા સતાવી રહી છે.
જોકે આ અંગે  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આઈ. આર. સોની દ્વારા જણાવેલ કે જર્જરીત થયેલી શાળામાં ભણતા બાળકોની વ્યથાને દુર કરવા નવી બિલ્ડીંગ ની મંજુરી આપી વર્ષ 2021 માં શાળાની નવી ઇમારતનું બાંધકામ શરૂ પણ કરવામાં આવ્યું હતુ. પરંતુ 18 માસથી ઇજારેદાર દ્વારા અધૂરું કામ મૂકીને જતા રહેતા તંત્ર દ્વારા ઇજારેદારને બ્લેકલિસ્ટ કરવા જેવા આકરા પગલાં પણ લેવામાં આવ્યા છે,અને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરાઇ હતી. જેમાં પ્રથમ તબક્કામાં એક જ ઇજારેદાર દ્વારા ટેન્ડર ભરવામાં આવતા હાલ બીજો પ્રયત્ન હાથ ધરાયો છે, અને સત્વરે પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી કામ શરૂ કરવામાં આવશે તેમ હૈયાધારણા પણ આપવામા આવી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×