Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

"બધી કિટલીઓ શાંત થઇ જશે"...CMનો પારો આસમાને...!

CM Bhupendra Patel: રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં અધિકારીઓની મીલીભગત બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel)નો મિજાજ હવે સાતમા આસમાને પહોંચ્યો છે. આણંદના સારસામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે અમે હવે કલેક્ટર ઓફિસે જઇશું...બધી જ કિટલીઓ...
 બધી કિટલીઓ શાંત થઇ જશે    cmનો પારો આસમાને
Advertisement

CM Bhupendra Patel: રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં અધિકારીઓની મીલીભગત બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel)નો મિજાજ હવે સાતમા આસમાને પહોંચ્યો છે. આણંદના સારસામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે અમે હવે કલેક્ટર ઓફિસે જઇશું...બધી જ કિટલીઓ હવે શાંત થઇ જવાની છે.

મૃદુ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે મક્કમ પણ બન્યા

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ જે રીતે અધિકારીઓની સંડોવણી બહાર આવી હતી તે જોતાં રાજ્ય સરકારે કડક કાર્યવાહી શરુ કરી હતી. અધિકારીઓની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના પદાધીકારીઓનો પણ ક્લાસ લીધો હતો. સ્વભાવે મૃદુ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે મક્કમ પણ બન્યા છે તે તેમની કાર્યવાહી પરથી ખબર પડે છે.

Advertisement

બધી જ કિટલીઓ હવે શાંત થઇ જવાની છે

રાજ્ય સરકાર હવે કડક પગલાં લઇ રહી છે અને કોઇપણ ચમરબંધી હોય તેને છોડવા માગતી નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આણંદ જિલ્લાના સારસાની મુલાકાતે હતા. સારસામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ રીતે ઝાટકણી કાઢતાં કહ્યું કે અમે હવે અહીંથી કલેક્ટર કચેરીએ જવાના છીએ. બધી જ કિટલીઓ હવે શાંત થઇ જવાની છે

Advertisement

મુખ્યમંત્રી કઇ કિટલીઓ વિશે વાત કરી રહ્યા હતા તેની જનતાને ખબર છે

મુખ્યમંત્રી કઇ કિટલીઓ વિશે વાત કરી રહ્યા હતા તેની જનતાને ખબર છે. ગુજરાતીમાં કહેવત છે કે ચા કરતાં કિટલી ગરમ...અધિકારીઓની શરણમાં કેટલાક તત્વો કિટલી બનીને ફરતાં હોય છે તે વાત પણ જગજાહેર છે. હવે સરકાર આવી કિટલીઓને પણ શોધી શોધી ઠેકાણે પાડશે તેનો અંદાજ મુખ્યમંત્રીની આ વાત પરથી આવી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન

આણંદના સારસા ગામમાં યોજાયેલા જનસંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન આપ્યું હતું અને તંત્રની નોકરશાહી સામે મુખ્યમંત્રીનું ઓપરેશન શરુ થશે તેવા સંકેત મળી રહ્યા છે.

આ પણ વાંચો----- CM : આપણી પહેલી પ્રાયોરીટી માનવ જીવન માટેની હોવી જોઇએ

આ પણ વાંચો-----એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમીંગ ઝોનની સેફટી માટે તૈયાર કરાયા નવા નિયમો

Tags :
Advertisement

.

×