Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM ભૂપેન્દ્ર પટેલે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે પરિવારભાવથી સ્નેહસભર નવા વર્ષની ઉજવણી કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમના સરળ, સહજ અને સાલસ વ્યક્તિત્વથી સૌના ભુપેન્દ્ર પટેલ બની રહ્યા છે અને જન જનને તેમની સંવેદનશીલતાનો અવારનવાર અનુભવ થતો રહે છે.તેમની આ સંવેદનશીલતા સાથે વડીલ વાત્સલ્ય વંદનાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે...
cm ભૂપેન્દ્ર પટેલે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે પરિવારભાવથી સ્નેહસભર નવા વર્ષની ઉજવણી કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમના સરળ, સહજ અને સાલસ વ્યક્તિત્વથી સૌના ભુપેન્દ્ર પટેલ બની રહ્યા છે અને જન જનને તેમની સંવેદનશીલતાનો અવારનવાર અનુભવ થતો રહે છે.તેમની આ સંવેદનશીલતા સાથે વડીલ વાત્સલ્ય વંદનાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત ૨૦૮૦ ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અમદાવાદના વાડજ ખાતેના વૃદ્ધાશ્રમના વડીલો સાથે બેસીને ભોજન લઈ તેમને સ્નેહભાવે ભોજન પીરસ્યું હતું.

Advertisement

અમદાવાદના જુદા જુદા વૃદ્ધાશ્રમના વડીલો પણ નૂતન વર્ષ દીપાવલીના પર્વમાં સહભાગી થઈને આ દિવસોમાં મિષ્ટાન સહિતનું ભોજન લઈ શકે તેવા ઉદાત ભાવથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તરફથી વિવિધ ૧૪ જેટલા વૃદ્ધાશ્રમોમાં નૂતન વર્ષ દિન નિમિત્તે ઉજવણી કરાશે.

Advertisement

CM એ ગુજરાતની જનતાને નવા વર્ષની પાઠવી શુભકામનાઓ 

આ પણ વાંચો -- સાળંગપુરમાં દાદાને સોનાના વાઘાનો શણગાર, શતામૃત મહોત્સવની કરાશે ઉજવણી

Advertisement

Tags :
Advertisement

.