Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat ના 2 કોર્પોરેટર સામે 11 લાખ માગ્યાની એસીબીમાં ફરિયાદ

SMC Corporator : સુરત મહાનગરપાલિકા (SMC)ના 2 કોર્પોરેટર (Corporator) સામે એક કોન્ટ્રાક્ટર પાસે 11 લાખ માગ્યા હોવાની ફરિયાદ એસીબીમાં નોંધાતા ખળભળાટ મચી ગયો છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટર પાસે આ 2 કોર્પોરેટરે 11 લાખ માગ્યા હોવાનો આરોપ લાગ્યો છે. પે...
surat ના 2 કોર્પોરેટર સામે 11 લાખ માગ્યાની એસીબીમાં ફરિયાદ
Advertisement

SMC Corporator : સુરત મહાનગરપાલિકા (SMC)ના 2 કોર્પોરેટર (Corporator) સામે એક કોન્ટ્રાક્ટર પાસે 11 લાખ માગ્યા હોવાની ફરિયાદ એસીબીમાં નોંધાતા ખળભળાટ મચી ગયો છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટર પાસે આ 2 કોર્પોરેટરે 11 લાખ માગ્યા હોવાનો આરોપ લાગ્યો છે.

પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે 11 લાખ માગ્યા

સુરત મહાપાલિકાના પુણા વિસ્તારના બે કોર્પોરેટરો સામે એસીબીમાં ફરિયાદ છે. ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે તેમણે પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે 11 લાખ માગ્યા હતા. સમાધાનનું નક્કી થયા બાદ પૈસા માટે ઉઘરાણી કરી હોવાનો આરોપ કોન્ટ્રાક્ટરે લગાવ્યો છે.

Advertisement

વિપુલ સુહાગ્યા અને જીતુ કાછડીયા સામે ફરિયાદ

સુરતના વરાછાના હીરાબાગ સ્થિત શુભમ એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદીએ આ 2 કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપો કરતાં ખળભળાટ મચી ગયો છે. સુરતના પુણા વિસ્તારના વોર્ડ નંબર 17 ના વિપુલ સુહાગ્યા અને વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર જીતુ કાછડીયા સામે આ આરોપ લગાવતી ફરિયાદ એસીબીમાં કરવામાં આવી છે.

Advertisement

પાલીકાની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી સમાધાન પેટે 11 લાખ માંગ્યા

અમદાવાદ એન્ટીકરપ્શન બ્રાન્ચના ડાયરેક્ટર સમક્ષ આ ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મલ્ટી લેવલ પાર્કિંગમાં કોર્પોરેટરો આવ્યા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે. શાકભાજી માર્કેટના ઓટલા બનાવ્યા હોય અને માણસો દ્વારા રસોડાનો સામાન મૂકવામાં આવ્યો હોય તેના ફોટો પાડ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરી પાલીકાની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી સમાધાન પેટે 11 લાખ માંગ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

કોર્પોરેટરોએ આરોપો ફગાવ્યા

જો કે સમગ્ર મામલે બંને કોર્પોરેટરે કહ્યું હતું કે આ તમામ આરોપ ખોટા છે અને ફરિયાદ પણ ખોટી છે, કોર્પોરેટરોએ કહ્યું કે ફરિયાદી દ્વારા તેમની પર પ્રેશર બનાવાવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.

આ પણ વાંચો----- 10 જૂનથી ચોમાસું નવસારી પર સ્થિર….!

આ પણ વાંચો----- Surat Farmers News: 50 મોટર ચોરનારા તસ્કરોને પકડવા ખેડૂતોએ બનાવ્યો આ પ્લાન

આ પણ વાંચો---- Jain Samaj : સુરતમાં જૈન સમાજે સમેટ્યું બે દિવસનું આંદોલન

આ પણ વાંચો----

 SURAT : હત્યા કેસમાં PI અલ્પેશ ગાબાણીનો કોર્ટે બરોબરનો ઉધડો લીધો! વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×