Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat Crime Branch: હિન્દુવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર! નેપાળ બોર્ડર નજીકથી વધુ એક આરોપી ઝડપાયો

Surat Crime Branch: સુરતમાંથી એક મૌલવીની ઘરપકડ કરવામાં આવી હતી. જેમાં અત્યારે અનેક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. તમને જણાવી દઇએ કે, હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રમાં ઝડપાયેલા મૌલવીની ધરપકડ મામલો અન્ય એક હકીકત સામે આવી છે. નોંધનીય છે કે, સુરત...
surat crime branch  હિન્દુવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર  નેપાળ બોર્ડર નજીકથી વધુ એક આરોપી ઝડપાયો
Advertisement

Surat Crime Branch: સુરતમાંથી એક મૌલવીની ઘરપકડ કરવામાં આવી હતી. જેમાં અત્યારે અનેક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. તમને જણાવી દઇએ કે, હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રમાં ઝડપાયેલા મૌલવીની ધરપકડ મામલો અન્ય એક હકીકત સામે આવી છે. નોંધનીય છે કે, સુરત ક્રાઈમ બ્રાન્ચે નેપાળ બોર્ડર નજીક આવેલ બિહારના મુજફર પુરથી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અત્યારે આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી ઉર્ફે મોહમ્મદ સાબીરની ધરપકડ કરી લીધી છે.

આ મામલે અન્ય મોટા ખુલાસાઓ થઈ શકવાની સંભાવનાઓ

નોંધનીય છે કે, આરોપીની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દિલ્હી ફ્લાઇટ મારફતે આરોપીને લઈને સુરત એરપોર્ટ પહોંચી છે. એરપોર્ટથી આરોપીને લઇ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ચોકબજાર સ્થિત ક્રાઈમ બ્રાન્ચ કચેરીયા જવા રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ મામલે અન્ય મોટા ખુલાસાઓ થઈ શકવાની પૂર્ણ સંભાવનાઓ જણાવી રહીં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરેનો સુરતના મૌલવી સાથે સંપર્ક હોઈ શકે છે. મળતી વિગતો પ્રમાણે મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલનો સંપર્ક પાકિસ્તાનના ડોગર જોડે કરાવ્યો હતો.

Advertisement

સુરત કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચ રિમાન્ડ મેળવશે

સુરતના ઉપદેશ રાણા સહિત હિન્દુવાદી નેતા રાજાસિંહ અને હિન્દુ ધર્મનો પ્રચાર કરતી ચેનલના હેડ નૂપુર શર્માની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આરોપી મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરને સુરત કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચ રિમાન્ડ મેળવશે. તમને જણાવી દઈએ કે, રિમાન્ડ દરમિયાન અનેક મોટા માથાઓના નામ સામે આવે તેવી શક્યતા જણાવી રહીં છે. નોંધનીય કે, આ મામલે કંઈક મોટા તાર સામે આવી શકે છે. આ કેસમાં પાકિસ્તાની કનેક્શન પણ સામે આવી ચૂક્યું છે. જેથી અન્ય મોટા ખુલાસાઓ થઈ શકે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

Advertisement

સુરત ક્રાઇમે બ્રાન્ચે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી

તમને જણાવી દઇએ કે, હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલ મૌલવી સોહેલ અબુબકરનો વધુ એક જૂનો અને વાઇરલ વીડિયો સામે આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મૌલવીનો એ વીડિયો 7 ઓક્ટોબર, 2018 નો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં મૌલવીની જેહાદી માનસિકતા છતી થઈ છે. આ વીડિયોમાં મૌલવી કહીં રહ્યો છે કે, ‘પહેલા જેહાદ થતાં, જેહાદ હજું તમે જોયો જ નથી. જો હાલાત ઊભા થશે તો આજે પણ જેહાદ થશે.’ નોંધનીય છે કે, પોલીસે મૌલવીની ધરપકડ કરીને આ વીડિયોની પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: Surat : હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડનારા મૌલવીનો વધુ એક જૂનો Video આવ્યો સામે

આ પણ વાંચો: Bharuch: દહેજની ઇપેક કંપનીમાં 5 લાખ લિટર પાણીની ટાંકી ફાટતા 2 ના મોત અને 4 ગંભીર રીતે ઘાયલ

આ પણ વાંચો: GSEB 10th Result 2024: રીક્ષા ચાલકનો પુત્ર ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 99.98 PR સાથે રાજ્યમાં દ્વિતીય સ્થાને

Tags :
Advertisement

.

×