Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aravalli: સાર્વત્રિક વરસાદ હોવા છતા અરવલ્લીના જીવાદોરી સમાન ત્રણ જળાશયો હજી પણ ખાલી

Aravalli: ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. પરંતુ એવા ઘણા વિસ્તારો છે, જ્યારે ભારે વરસાદ થવા છતાં પણ જળાશયો (Reservoirs) હાલ ખાલી જોવા મળી રહ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, અરવલ્લી (Aravalli) જિલ્લાના જીવાદોરી સમાન...
aravalli  સાર્વત્રિક વરસાદ હોવા છતા અરવલ્લીના જીવાદોરી સમાન ત્રણ જળાશયો હજી પણ ખાલી
Advertisement

Aravalli: ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. પરંતુ એવા ઘણા વિસ્તારો છે, જ્યારે ભારે વરસાદ થવા છતાં પણ જળાશયો (Reservoirs) હાલ ખાલી જોવા મળી રહ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, અરવલ્લી (Aravalli) જિલ્લાના જીવાદોરી સમાન ત્રણ જળાશયો (Reservoirs) વરસાદ હોવા છતાં પણ હાલ ખાલી જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અરવલ્લી (Aravalli)ના જીવાદોરી સમાન ત્રણ જળાશયો હજી પણ ખાલી જ જોવા મળ્યા છે. જોકે, તેની સામે વરસાદ તો ભારે થયો છે.

ઉપરવાસમાં વરસાદના અભાવને કારણે 3 જળાશયો હાલ ખાલી

ઉલ્લેખનીય છે કે, સાર્વત્રિ વરસાદ છતાં જળાશયોમાં પાણીની આવક નહિવત જોવા મળી છે. એટલું જ નહીં પરંતુ મૂળ હકીકત તો એવી છે કે, ઉપરવાસમાં વરસાદના અભાવને કારણે 3 જળાશયો હાલ ખાલી જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, આ ત્રણ જળાશયો અરવલ્લી (Aravalli) જિલ્લા માટે જીવાદોરી સમાન છે. પરંતુ કુદરત જાણે આ વિસ્તારથી રૂઠી ગયો છે. કારણ કે, ઉપરવાસમાં નહિવત પ્રમાણમાં વરસાદ થયા અહીં આ જળાશયોમાં પાણીની આવક થઈ નથી.

Advertisement

મેશ્વો જળાશયની સપાટી 206.09 મીટર જેટલી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મેશ્વો જળાશયની સપાટી 206.09 મીટર જેટલી છે. તો માજુમ જળાશયની વાત કરવામાં આવે તો આ જળાશયની સપાટી 150.96 મીટર છે. આ સાથે વાત્રક જળાશયમાં પાણીની સપાટીની વાત કરવામાં આવે તો 128.15 મીટર છે. પરંતુ આ પાણી આવનારા સમયમાં ખુટી પણ શકે છે. જેથી અત્યારે આ જળાશયો ભરાવા જરૂરી છે. પરંતુ તેના માટે ઉપરવાસમાં વરસાદ થવો જોઈએ. કારણ કે, ત્યાં જો સારા એવા પ્રમાણમાં વરસાદ થાય તો જ અહીં ડેમમાં પાણીની આવક થઈ શકે તેમ છે. આમ, તો અત્યારે ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેથી અનેક જળાશયોમાં તો પાણીની આવક થઈ છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad:ચોમાસું શરૂ થતા જ શહેરમાં રોગચાળાએ માથુ ઉચક્યું, ઝાડા-ઉલટીના 625 કેસ નોંધાયા

આ પણ વાંચો: Gujarat: HTATના મુખ્ય શિક્ષકોના આંદોલનની જાહેરાતથી સરકાર એક્શનમાં, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કર્યું ટ્વીટ

આ પણ વાંચો: વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ, Bhuj ના તત્કાલિન નાયબ કલેક્ટરની બહુચરાજીથી ધરપકડ

Tags :
Advertisement

.

×