અહેવાલ – શક્તિસિંહ રાજપુત
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં નાના મોટા 358 લાગેલા છે એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. અંબાજી મંદિરમાં માઈ ભક્તો દૂરદૂર થી દર્શન કરવા આવી રહ્યા છે અને દાન ભેટ પણ આપી રહ્યાં છે. ત્યારે હાલમા દિવાળીનાં તહેવાર નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે અને સંઘ સાથે ધજા લઈને માતાજીનાં દર્શન કરી રહ્યા છે ત્યારે આજે ધોળકા તાલુકાના બદરખા ગામના 100 જેટલા ભક્તો સંઘ લઈને અંબાજી આવ્યા હતા. અંબાજી ખાતે તેમને માતાજીના ગરબા રમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી અને ત્યારબાદ પોતાના વિશ્રામ સ્થળથી સંઘ લઈને ધજા લઈને મંદિર સુધી પહોંચ્યા હતા.
અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં સૌથી મોટું ગણાઈ રહ્યું છે ત્યારે અંબાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિર અડધા ભાગ સુધી સોનાથી બનવા પામેલ છે. અંબાજી મંદિર સુવર્ણ શિખર બનાવવા માટે માઈ ભક્તો ભારે આસ્થા સાથે સોનું દાન આપી રહ્યા છે. ત્યારે બદરખા ગામના માઇ ભક્તે પોતાની મનોકામના પૂર્ણ થતા અંબાજી મંદિર ખાતે સંઘ લઈને પહોંચ્યા હતા જ્યાં તેમણે એક કિલો સોનુ ભેટ આપ્યું હતું. જે 62 લાખ રૂપિયાની કિંમતનું છે. અંબાજી મંદિરમાં અત્યાર સુધી અનેક ભક્તોએ સુવણ શીખર માટે સોનુ ભેટ આપ્યું છે ત્યારે હજુ પણ ભક્તો સુવર્ણ શિખર માટે સોનુ ભેટ આપી રહ્યા છે.
જે ભક્તે સોનું આપ્યું તે ભક્ત દ્વારા બદરખા ગામમાં અન્ન ક્ષેત્ર શરૂ કરાશે
ભૂખે કો અન પ્યાસે કો પ્યાની આ છે સંસારની કહાની કહેવતને સાર્થક કરતા ભક્તો દાનવીરો જોવા મળી રહ્યા છે ત્યારે બદરખા ગામના માઇ ભક્તે અંબાજી મંદિરમાં એક કિલો સોનું સુવર્ણ શિખર માટે ભેટ આપ્યું હતું. ત્યારે આજ ભક્ત દ્વારા બદરખા ગામમાં 24 કલાક 365 દિવસ અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવશે જેનાથી ઘણા લોકોને લાભ મળશે.
આ પણ વાંચો – ગોધરા-દાહોદ હાઈવે પર સર્જાયો ભયાનક અકસ્માત, 4 મુસાફરોના થયા કમકમાટીભર્યા મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ