Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડીસા તાલુકા ભાજપ પ્રમુખનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ

બનાસકાંઠા જિલ્લાના ડીસાના ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાનો ફાયરીંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બહાદુરસિંહ વાઘેલા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું મળતી માહિતી અનુસાર સામાજિક પ્રસંગે જાહેર મંચ ઉપર હાથમાં બંદૂક રાખીને બહાદુરસિંહ વાઘેલા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે.આ...
ડીસા તાલુકા ભાજપ પ્રમુખનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ
Advertisement

બનાસકાંઠા જિલ્લાના ડીસાના ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાનો ફાયરીંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

બહાદુરસિંહ વાઘેલા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું

Advertisement

મળતી માહિતી અનુસાર સામાજિક પ્રસંગે જાહેર મંચ ઉપર હાથમાં બંદૂક રાખીને બહાદુરસિંહ વાઘેલા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે.આ ફાયરિંગ એરગન કે અન્ય હથિયારથી કરવામાં આવ્યું છે તેને લઇને અસ્પષ્ટ છે.

Advertisement

ગુજરાત જાગીદાર ક્ષત્રિય સમાજના પ્રમુખ 

ઉલ્લેખનીય છે કે બહાદુરસિંહ વાઘેલા ગુજરાત જાગીદાર ક્ષત્રિય સમાજના પ્રમુખ છે. ભાજપના નેતા દ્વારા જાહેર મંચ પર હવામાં ફાયરીંગ કરવામાં આવતા રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો છે,. ત્યારે એની સાથે અનેક સવાલો પણ ઊભા થયા છે.

કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? 

હવે જોવાનું એ રહ્યું કે ભાજપ પક્ષ દ્વારા આ મામલાની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં?  જોકે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વીડિયોનું પુષ્ટી કરતું નથી.

આ પણ વાંચો - Apple iPad: આવતા વર્ષે લોન્ચ થઈ શકે છે સૌથી સસ્તું iPad!

Tags :
Advertisement

.

×