Download Apps
Home » સુરતમાં આંતરરાજ્ય ગેંગના મુખ્ય સુત્રધાર સહિત ચાર આરોપી ઝડપાયા

સુરતમાં આંતરરાજ્ય ગેંગના મુખ્ય સુત્રધાર સહિત ચાર આરોપી ઝડપાયા

અહેવાલ—આનંદ પટણી, સુરત
સુરત શહેર તથા સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ટોબેકોની દુકાનોના શટર તોડી ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સુત્રધાર સહિત ચાર આરોપીને સુરતની પુણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ચાર આરોપીની પૂછપરછ દરમિયાન ચાર અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી 10,80,120નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે.
ચાર આરોપી ઝડપાયા 
સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ગુનાઓને બનતા અટકાવવા માટે અને અનડીટેકટ ગુનાઓને શોધી કાઢવા પોલીસને સૂચના આપવામાં આવી છે. ત્યારે સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અલગ અલગ ટીમ બનાવીને ઘરફોડ ચોરીના બનાવો બનતા અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે બાતમીના આધારે ઘરફોડ ચોરીના ગુનામાં ભાગતા ફરતા ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. આ ચાર આરોપીની ધરપકડ કરી તેમની પૂછપરછ કરતા સુરત શહેર તથા ગ્રામ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાર ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો છે.
દુકાનોમાં રેકી કરીને ચોરી કરતા
પુણા પોલીસ દ્વારા જે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમાં સંદીપ ઉર્ફે સંજય દુધરેજીયા, શેતાનસિંગ સોલંકી, મહાવીર કુંપાવત અને હિંમતસિંહ રાજપુતનો સમાવેશ થાય છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગુનાનો મુખ્ય સૂત્રધાર સંદીપ જે પહેલા ચોરી કરવાની હોય ત્યાં રેકી કરતો હતો. ત્યારબાદ આરોપી ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. અગાઉ મુંબઈ ખાતે આરોપી સંદીપે શેતાન સિંહ સાથે મળી ચોરીના ગુનાઓને અંજામ આપ્યા છે અને તેઓ દુકાનના શટર તોડી ગણતરીની મિનિટોમાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. તો અન્ય આરોપી મહાવીર પણ અગાઉ મુંબઈના ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે. આ ઉપરાંત હિંમતસિંહ નામના આરોપીએ પોતાની બોલેરો પીકપ ચોરીના ગુનામાં ઉપયોગમાં લીધી હતી અને આરોપીઓને રહેવાની સગવડ સંદીપે કામરેજ આગળ આવેલા ડુંગરી ગામમાં કરી હતી અને ત્યારબાદ આ તમામ આરોપીઓએ સાથે મળી ટોબેકોની દુકાનનું શટર તોડી તેમાંથી માલની ચોરી કરી ભાગી ગયા હતા.
પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો 
આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા ટોબેકોની દુકાનમાંથી ચોરી કરવામાં આવેલા સિગારેટ ગુટખા તેમજ ટોબેકોનો 3,28,620નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત એક બોલેરો પીકઅપ પણ જપ્ત કરવામાં આવી છે.
OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ
OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી
શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી
By Dhruv Parmar
Pooja Bhalekar : પૂજા ભાલેકરે બ્લેક બિકીનીમાં પુલમાં લગાવી આગ
Pooja Bhalekar : પૂજા ભાલેકરે બ્લેક બિકીનીમાં પુલમાં લગાવી આગ
By Hiren Dave
બહેનના સંગીત પર ક્રિષ્ના રોમેન્ટિક થયો, પત્ની કાશ્મીરાને બધાની સામે Kiss કરી…
બહેનના સંગીત પર ક્રિષ્ના રોમેન્ટિક થયો, પત્ની કાશ્મીરાને બધાની સામે Kiss કરી…
By Dhruv Parmar
જાણો… કેમ કુતરાં અચાનક બાઈક-કારની પાછળ દોડે છે?
જાણો… કેમ કુતરાં અચાનક બાઈક-કારની પાછળ દોડે છે?
By Aviraj Bagda
‘કાંટા લગા ગર્લ’ ફેમ shefali jariwala ના હૉટ બિકિની લુકે જીતી લીધું ફેન્સનું દિલ! જુઓ Photos
‘કાંટા લગા ગર્લ’ ફેમ shefali jariwala ના હૉટ બિકિની લુકે જીતી લીધું ફેન્સનું દિલ! જુઓ Photos
By Vipul Sen
Hanuman Jayanti 2024: સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી
Hanuman Jayanti 2024: સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી
By Hiren Dave
નવી વહુએ પૂલમાં કર્યો રોમાન્સ, પતિએ કરી Kiss, અભિનેત્રીએ મોનોકિનીમાં કર્યો ડાન્સ…
નવી વહુએ પૂલમાં કર્યો રોમાન્સ, પતિએ કરી Kiss, અભિનેત્રીએ મોનોકિનીમાં કર્યો ડાન્સ…
By Dhruv Parmar
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી Pooja Bhalekar : પૂજા ભાલેકરે બ્લેક બિકીનીમાં પુલમાં લગાવી આગ બહેનના સંગીત પર ક્રિષ્ના રોમેન્ટિક થયો, પત્ની કાશ્મીરાને બધાની સામે Kiss કરી… જાણો… કેમ કુતરાં અચાનક બાઈક-કારની પાછળ દોડે છે? ‘કાંટા લગા ગર્લ’ ફેમ shefali jariwala ના હૉટ બિકિની લુકે જીતી લીધું ફેન્સનું દિલ! જુઓ Photos Hanuman Jayanti 2024: સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી નવી વહુએ પૂલમાં કર્યો રોમાન્સ, પતિએ કરી Kiss, અભિનેત્રીએ મોનોકિનીમાં કર્યો ડાન્સ…