Gondal : શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયા પીધેલી હાલતમાં ઝડપાયા
અહેવાલ--વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલના શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયા દારુ પીધેલી હાલતમાં બકવાસ કરતાં ઝડપાતા ચકચાર મચી ગઇ છે. પોલીસે બાતમીના આધારે રેઇડ કરીને આશિષ કુંજડીયાને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. ખુદ પોલીસને રજૂઆતો કરી હતી ઉલ્લેખનિય છે કે તાજેતરમાં...
Advertisement
અહેવાલ--વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલના શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયા દારુ પીધેલી હાલતમાં બકવાસ કરતાં ઝડપાતા ચકચાર મચી ગઇ છે. પોલીસે બાતમીના આધારે રેઇડ કરીને આશિષ કુંજડીયાને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.

ખુદ પોલીસને રજૂઆતો કરી હતી
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં સીટી પોલીસ મથકમાં યોજાયેલ ડીવાયએસપીના લોકદરબારમાં દારુ જુગાર અંગે રજૂઆત કરનારા શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયા ખુદ પીધેલી હાલતમાં ઝડપાતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યા હતા.

પોલીસે રેઇડ પાડી
પ્રાપ્ત વિગત મુજબ ગત સાંજે તાલુકા પીએસઆઇ જે.એમ.ઝાલાને ગુંદાળા રોડ પર આવેલી ડેકોરા સીટી માં રહેતા શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયા દારુ પી બકવાસ કરતા હોવાની માહીતી મળતા પોલીસ ડેકોરા સીટી દોડી જઇ આશિષને તેમના રહેણાંક મકાનની છત પર થી દારુ પીધેલી હાલતમાં ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
આ અગાઉ પણ આશિષ કુંજડીયા પીધેલી હાલતમાં તેમની ઓફીસેથી ઝડપાયા હતા
ઉલ્લેખનીય છે કે તાલુકામાં એસએમસી દ્વારા દારુનો મોટો જથ્થો ઝડપાયાની ઘટનામાં આશિષ કુંજડીયા અને કોંગ્રેસ દ્વારા એસએમસીની કામગીરીને બીરદાવી દારુના દુષણ ને નાથવા તાલુકા પોલીસમાં આવેદનપત્ર અપાયુ હતુ. આ અગાઉ પણ આશિષ કુંજડીયા પીધેલી હાલતમાં તેમની ઓફીસેથી ઝડપાયા હતા. બનાવના પગલે શહેરમાં ચકચાર જાગી છે.


