Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal: ગોંડલી નદી પર ફોર લેન બ્રિજના બાંધકામમાં અડચણરૂપ મિલકતોનું ડીમોલેશન શરૂ

Gondal: ગોંડલી નદી પર પાંજરાપોળ અને હોસ્પિટલ પાસેના મંજુર કરેલ ફોર લેન બ્રિજની કામગીરીમાં અડચણરૂપ મિલકતો દૂર કરવા ડીમોલેશન શરૂ કરાયું છે. Gondal નગર પાલિકા દ્વારા નદી કાંઠાના 43 મકાન માલિકોને 10 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપી હતી. નોટિસનો...
gondal  ગોંડલી નદી પર ફોર લેન બ્રિજના બાંધકામમાં અડચણરૂપ મિલકતોનું ડીમોલેશન શરૂ

Gondal: ગોંડલી નદી પર પાંજરાપોળ અને હોસ્પિટલ પાસેના મંજુર કરેલ ફોર લેન બ્રિજની કામગીરીમાં અડચણરૂપ મિલકતો દૂર કરવા ડીમોલેશન શરૂ કરાયું છે. Gondal નગર પાલિકા દ્વારા નદી કાંઠાના 43 મકાન માલિકોને 10 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપી હતી. નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં આજથી મિલકતનું ડિમોલેશન હાથ ધરાયું છે. ગોંડલમાં નગર પાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજ્ય સરકારે ગોંડલી નદી પર પાંજરાપોળ અને હોસ્પિટલ પાસેના મંજુર કરેલ ફોર લેન બ્રિજની કામગીરીમાં અડચણરૂપ મિલકતો દૂર કરવા ડીમોલેશન શરૂ કરાયું છે.

Advertisement

નદી કાંઠાના 43 મકાન માલિકોને મકાન ખાલી કરવાની નોટિસ

નોંધનીય છે કે, ગોંડલ (Gondal) નગર પાલિકા દ્વારા નદી કાંઠાના 43 મકાન માલિકોને 10 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપી હતી. પાલિકાએ પાઠવેલ નોટીસની મુદત પૂર્ણ થતા 7 દિવસ બાદ ડીમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે. પાલિકા તંત્ર દ્વારા આશરે બે હજાર મીટર અંદાજે 5 કરોડની કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર, પીજીવીસીએલ સહિતના અધિકારીઓ ડીમોલેશનની કામગીરીમાં જોડાયા છે. ડીમોલેશન પ્રક્રિયામાં એ ડિવિઝન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પાલિકાએ શહેરમાં ડીમોલેશનનું કામ હાથ ધરી લીધું

ડીમોલેશન માં 2 JCB, એક ડમ્પર, 2 ટ્રેકટર સહિત ના વાહનોની મદદથી ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. સ્થળ પર શહેર મામલતદાર, નાયબ મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર એ.જે.વ્યાસ, સર્વેયર બીમલભાઈ જેઠવા, નગરપાલિકા એન્જીનીયર રોહિતભાઈ સોજીત્રા, સેનિટેશન ઇન્સ્પેક્ટર કેતનભાઇ મકવાણા, ચિરાગભાઈ શ્યારા, પ્રતીકભાઈ કોટેચા, નગરપાલિકા વિજળીશાખા, સહિતના આ ડીમોલેશનમાં રોકાયા હતા.

Advertisement

નોટિસમાં શું લખવામાં આવ્યું હતું?

મિલકતદારોને પાઠવવામાં આવેલી નોટિસમાં લખ્યું હતું કે આથી તમોને ગુજરાત મ્યુનિ. એકટની કલમ - 185 અન્વયે આ નોટીસ દ્વારા તાકીદ આપવામાં આવે છે કે તમોએ ગોંડલ શહેરમાં ભગવતપરા વિસ્તારમાં સરદાર બ્રિજની દક્ષીણ તરફે કંટોલીયા રોડની પશ્ચિમ તરફે નદી કાંઠે ગેરકાયદેસર રીતે દબાણ કરી કાચા પાકા બાંધકામ કરી તેનો બિનઅધિકૃત રીતે ઉપયોગ કરી રહયા છો. નામદાર ગુજરાત હાઈકોર્ટ પી.આઈ.એલ. નં.53/2023 અન્વયે હૈયાત જુના બ્રિજના બદલે ભોજરાજપરા શેરી નં.16 થી કંટોલીયા ચોક સુધી નદી ઉપર નવો બ્રિજ બનાવવાનો થાય છે. આ નદી કાંઠાની જગ્યા ઉપર તમોએ ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દબાણ કરેલ હોય આવુ ગેરકાયદેસર બાંધકામ આ નોટીસ મળ્યે દિવસ 10 માં સ્વેચ્છાએ દુર કરવા તેમજ તમારો કિંમતી માલ સામાન સ્થળ ઉપરથી દુર કરવા નોંધ લેશો. અન્યથા મુદત પુરી થયે કાયદાનુસાર તમારી સામે કાર્યવાહી કરી દબાણ દુર કરવામાં આવશે જેની ખર્ચ અને પરીણામ સહિતની જવાબદારી તમારી અંગત રહેશે જેની સ્પષ્ટ પણે નોંધ લેશો.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Surat: 14 વર્ષના તરૂણનું અકાળે મોત, સુરતના ભટાર વિસ્તારમાં બની હ્રદય કંપાવી દેનારી ઘટના

આ પણ વાંચો: Surat: ટેક્સટાઈલ માર્કેટને સીલ મારવા મુદ્દે હોબાળો, વેપારીઓ અને કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા

આ પણ વાંચો: VADODARA : લૂંટનો મુદ્દામાલ ઓછો પડે તો ઓનલાઇન પૈસા પડાવતી ટોળકી ગિરફ્તમાં

Advertisement
Tags :
Advertisement

.