Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : ભારે વરસાદથી મહેસાણામાં જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

મહેસાણા શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં મહેસાણામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. મહેસાણાના જોટાણામાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે મહેસાણા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી...
gujarat rain   ભારે વરસાદથી મહેસાણામાં જળબંબાકાર  નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Advertisement

મહેસાણા શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં મહેસાણામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. મહેસાણાના જોટાણામાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.

Advertisement

ભારે વરસાદના કારણે મહેસાણા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોઢેરા રોડ પર રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તે સિવાય શહેરના ગોપીનાળામાં પણ પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાતા ગોપીનાળામાં બસ ફસાઈ હતી. ઉપરાંત ખેરાલુ, વડનગરમાં પણ સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

Advertisement

ભારે  વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાધનપુર સર્કલથી ગોપી નાળા જતા રોડ પર કેડ સમા પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેથી પાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મહેસાણાના ભમરીયા નાળામાં પણ પાણી ભરાયા છે. મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતા બંને મુખ્ય નાળામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાાયા છે.

બીજા રાઉન્ડની શરૂઆતમાં જ બનાસકાંઠા પાણી-પાણી

ગઇકાલથી સમગ્ર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે, આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ વાત છે કે, છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ બનાસકાંઠા જિલ્લામાં જોરદાર બેટિંગ કરી છે, અને ઠેર ઠેર પાણી પાણી કરી દીધા છે. આ બધાની વચ્ચે અહીં ગઇકાલેથી શરૂ થયેલા છેલ્લા 24 કલાકના બનાસકાંઠા જિલ્લાના વરસાદના આંકડા આપવામાં આવ્યા છે.

આપણ  વાંચો -GUJARAT MONSOON UPDATE: ચોમાસામાં આબુ ફરવા જવાનો પ્લાન બનાવતા પહેલા આ દ્રશ્યો જોઈ લેજો

Tags :
Advertisement

.

×