Monsoon 2023: રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદ (Heavy rain)ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ રહેશે રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈને...
Advertisement
રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદ (Heavy rain)ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ રહેશે
રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની જાણકારી આપી છે. હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ રહેશે. ખાસ કરીને આગામી 2 દિવસ ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડ઼ી શકે છે.
દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
મોટા ભાગના વિસ્તારોમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ પડશે. શુક્રવારે સાંજે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડ્યો હતો પણ વરસાદના કારણે અસહ્ય બફારાથી લોકોએ છુટકારો મેળવ્યો હતો.
ઓગષ્ટ મહિનો કોરો ગયો હતો
ઉલ્લેખનિય છે કે રાજ્યમાં સીઝનનો અત્યાર સુધી 96 ટકા ઉપર વરસાદ નોંધાયો છે. જો કે જૂન જુલાઇમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો પણ ઓગષ્ટ મહિનો કોરો ગયો હતો અને માત્ર દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.


