વરસાદની રાહ જોતા હોય તો આ સમાચાર તમારા માટે છે..., જાણો હવામાન વિભાગે શું કહ્યું...
ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 5 દિવસમાં વરસાદ પડવાની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય આગામી 3 દિવસ છૂટો છવાયો વરસાદ થઈ શકશે.
તે સિવાય તા. 25,26 તારીખે વરસાદની સિસ્ટમ સક્રિય થશે. સૌરાષ્ટ્ર, કચ્છમાં નહિવત વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ થઈ શકશે. આ બાબતે હવામાન વિભાગ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આવનારા પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, સુરતમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
પાંચ દિવસ વરસાદ રહેશે
આ પહેલા પણ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ ચોમાસાની આગાહી અંગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ બાદ વરસાદ પડે તેવી શક્યતા છે.
ચોમાસા માટે રાહ જોવી પડશે
તેમણે જણાવ્યું કે, આ જે વરસાદ છે, તે ભેજના કારણે છે. ભેજના કારણે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. પરંતુ અમદાવાદમાં ગરમીથી કોઈ રાહત નહિ મળે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદની શક્યતા નહિવત છે. ગુજરાતને સત્તાવાર ચોમાસા માટે હજુ પણ પાંચ દિવસ રાહ જોવી પડશે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 18 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતીઓ માટે સારા સમાચાર, હવે અમેરિકા જવા માટે નહીં થાય મુંબઈનો ધક્કો…!


