આ શાળામાં એકસાથે ૬૦ થી વધારે વિધાર્થીઓને આખા શરીરે ખંજવાળ ઉપડી અને પછી...
સામન્ય રીતે સખત ખંજવાળ, લાલ ચકામા ખાટાં પીણાં પીવાથી અથવા શિયાળા થતી એલ્રજી અથવા અન્ય કોઈ કારણો સર વધે છે. પરંતુ ચાલુ શાળાએ એક સાથે અસંખ્ય વિદ્યાર્થીઓને ખંજવાળ આવતા શાળા તંત્ર સહિત પાલિકાનું મનપા તંત્ર પણ દોડતું થયું હોવાની ઘટના પ્રથમવર સામે આવી છે.
એક નહિ બે નહિ પરંતુ એક સાથે ૬૦થી વધારે વિધાર્થીઓને આખા શરીરે ખંજવાળ ઉપડી
સુરત શહેરના ઉધના વિસ્તાર ખાતે આવેલી સનગ્રેસ વિદ્યાલયમાં એક નહિ બે નહિ પરંતુ એક સાથે ૬૦થી વધારે વિધાર્થીઓને આખા શરીરે ખંજવાળ ઉપડી હતી. જે બાદ શિક્ષકો પણ ચોકી ઉઠયા હતા. શાળામાં આવતા જ પહેલા હાથના ભાગે અને ત્યાર બાદ આંખાં શરીરમાં ખંજવાળ સાથે લાલ ચકામા પડતા શાળા તંત્રમાં હોહા મચી ગઈ હતી.
બાળકો શરીરનાં જુદા જુદા ભાગે ખંજવાળવા લાગતા ભારે ધમાચકડી મચી જવા પામી
સુરતમાં આવેલી સનગ્રેસ સ્કૂલમાં સવારના સમયે અસંખ્ય બાળકો શરીરનાં જુદા જુદા ભાગે ખંજવાળવા લાગતા ભારે ધમાચકડી મચી જવા પામી હતી. જે બાદ શિક્ષકો સહિત આચાર્યે તાત્કાલિક તમામ વાલીઓનો સંપર્ક કર્યો હતો. સાથે જ શાળા દ્વારા મનપાના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી અને પાલિકાની ટીમે શાળામાં તપાસ શરૂ કરતાં બાળકોને થતા ઇન્ફેક્શનના પાછળનું કોઈ પણ કારણ મળ્યું ન હતું. જે બાદ શાળા દ્વારા વાલીઓને બોલાવી બાળકોને સોંપી દેવામાં આવ્યા હતા. જે બાદ બાળકોની હાલત જોઈ વાલીઓ પણ ગભરાયા હતા અને તાત્કાલિક કોઈએ દવાખાનું તો કોઈ વાલીએ હોસ્પીટલનો રૂટ પકડયો હતો.જ્યારે મોટા ભાગના બાળકો ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
જો કે હાલ મનપાના અધિકારીઓની દોડધામ બાદ ખંજવાળ પાછળનું કારણ જાણવા શાળા સંચાલકો સહિત પાલિકાના નાયબ આરોગ્ય અધિકારી કિંજલ પટેલએ કવાયત શરૂ કરી હતી.બાળકોને ઇન્ફેક્શન છે કે અન્ય કોઈ રોગ જાણવા નાયબ આરોગ્ય અધિકારી કિંજલ પટેલએ અધિકારીઓની ટીમ બનાવી શાળાના ચપ્પે ચ્પ્પેનો સર્વે પણ કરવ્યો હતો.
આ અંગે નાયબ આરોગ્ય અધિકારી કિંજલ પટેલે જણાવ્યું હતું કે, સુરતના ઉધના બીઆરસી નજીક સનગ્રેસ વિદ્યાલય આવેલી છે જેમાં આજે સવારે ધોરણ 4 અને 5માં અભ્યાસ કરતા આખ્ય એટલે કે ૬૦ થી ૭૦ જેટલા વિદ્યાર્થીઓને એક સામટી શરીરે ખંજવાળ ઉપડી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ ભારે પરેશાન થયા હતા. દુખાવા સાથે તેમને લાલ ચાઠા પણ પડી ગયા હતા. જેની જાણ શાળાએ વાલીઓને પણ કરી હતી અને વાલીઓ પણ શાળા એ દોડતા થઇ ગયા હતા. હાલ તો વિદ્યાર્થીઓ કોઇ જોખમી પ્રધાથ જેવી વસ્તુના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતા પાલિકાનું આરોગ્ય વિભાગ સેવી રહ્યું છે.
અહેવાલ - રાબિયા સાલેહ
આ પણ વાંચો -- શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો આવ્યો સામે, વાંચો સમગ્ર ઘટના



