Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડોદરા શહેરમાં બે કોમ વચ્ચે જૂથ થયું અથડામણ

વડોદરા શહેરમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ જૂથ અથડામણની ઘટના સામે આવતા તરત જ પોલીસ ટીમનો એક મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. નવાપુરા પોલીસ સ્ટેશનની બહાર એક જૂથના લોકો વિરોધ કરવા માટે એકઠા થયા...
વડોદરા શહેરમાં બે કોમ વચ્ચે જૂથ થયું અથડામણ
Advertisement

વડોદરા શહેરમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ જૂથ અથડામણની ઘટના સામે આવતા તરત જ પોલીસ ટીમનો એક મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. નવાપુરા પોલીસ સ્ટેશનની બહાર એક જૂથના લોકો વિરોધ કરવા માટે એકઠા થયા હતા ત્યારે તેમની ઉપર એક અન્ય કોમના ટોળાએ હુમલો કર્યો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના...

Advertisement

વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનની બહાર આ જૂથ અથડામણની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના એમ છે કે, પાદરાના એક યુવાને ધાર્મિક લાગણી દુભાય તેવા પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકી હતી. પાદરાના આ શહીદ પટેલે ભગવાન શ્રી રામ ઉપર અભદ્ર ટિપ્પણી પણ કરી હતી.

Advertisement

ભગવાન શ્રી રામ ઉપર આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરાતા અન્ય કોમના લોકોની લાગણી દુભાઈ હતી. ત્યાર બાદ તેઓ સમગ્ર બાબતનો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. તેઓ નવાપુરા પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરી આરોપીના ધરપકડની માંગ કરતા હતા.

નવાપુરા પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરી રહેલ ટોળા ઉપર પત્થરમારો કરવામાં આવ્યો હતો. વિરોધ કરવા પોલીસ સ્ટેશન ખાતે ધસી આવેલ આ ટોળા ઉપર અન્ય કોમના જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. વડોદરામાં આ જૂથ અથડામણની ઘટના સામે આવતા ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તરમાં કોમ્બિનગ હાથ ધરી પથ્થરમારો કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચો -- Amreli : 11 જિલ્લામાં કુલ 59 ગુનાઓ પૈકી 18 માં વોન્ટેડ એવા કુખ્યાત આરોપીની પોલીસે મધ્યપ્રદેશથી કરી ધરપકડ

Tags :
Advertisement

.

×