Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દલિતકાંડ મામલે આખરે જયરાજસિંહ જાડેજાએ તોડ્યું મૌન, કહ્યું - મીડિયામાં એક તરફી બતાવવામાં આવ્યું

Jayrajsinh Jadeja Press Conference : જુનાગઢ (Junagadh) માં જે દલિત યુવાન (Dalit youth) નું પહેલા અપહરણ કરવામાં આવ્યું અને તે પછી તેને જે રીતે ઢોર માર મારવામાં આવ્યો તે મામલે હવે આરોપી ગણેશ જાડેજા (Ganesh Jadeja) ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh...
દલિતકાંડ મામલે આખરે જયરાજસિંહ જાડેજાએ તોડ્યું મૌન  કહ્યું   મીડિયામાં એક તરફી બતાવવામાં આવ્યું
Advertisement

Jayrajsinh Jadeja Press Conference : જુનાગઢ (Junagadh) માં જે દલિત યુવાન (Dalit youth) નું પહેલા અપહરણ કરવામાં આવ્યું અને તે પછી તેને જે રીતે ઢોર માર મારવામાં આવ્યો તે મામલે હવે આરોપી ગણેશ જાડેજા (Ganesh Jadeja) ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) ના પિતા અને પૂર્વ ધારાસભ્ય (former MLA) એ મૌન તોડ્યું છે. તેમણે સમગ્ર મામલે પહેલી માડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી અને કહ્યું કે જે પણ મીડિયામાં અત્યાર સુધીમાં બતાવવામાં આવ્યું છે તે એક તરફી છે.

દલિત સમાજના આગેવાનો મારા સંપર્કમાં : જયરાજસિંહ

જયરાજસિંહ જાડેજાએ સમગ્ર મામલે આજે પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, હું આજે જે રીતે ગોંડલની જનતાએ સ્વયંભૂ બંધ પાડ્યું તે જોઇ તેમનો આભાર માનું છું અને ખાસ તરીને વિશેષ આભાર હું દલિત સમાજનો માનું છું કે અહીંના તમામ દલિત સમાજના આગેવાનો મારા સંપર્કમાં હતા, તેમણે ખુલ્લું સમર્થન કર્યું. મને તે પણ જાણવા મળ્યું છે કે દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી. આગળ પોતાની વાતને રાખતા જયરાજસિંહે ગોંડલની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ગોંડલમાં કાયમી ભાઈચારાનું વાતાવરણ બનશે અને તેના માટે મારો પરિવાર જે રીતે મને જે રીતે પારિવારીક હુફ મળે છે અને મારી સમાજ તરફથી હુફ મળે છે તે રીતે હું અને મારો સમાજ હંમેશા મારા વિસ્તારથી જોડાયેલા રહીશું અને ફરીથી હું તમામનો હ્રદય પૂર્વક આભાર માનું છું.

Advertisement

મીડિયામાં જે બતાવવામાં આવ્યું તે એક તરફી : જયરાજસિંહ

જયરાજસિંહ જાડેજાએ આગળ કહ્યું કે, જે અત્યાર સુધી પ્રેસ મીડિયામાં ચાલ્યું છે તેને આવનારા સમયમાં ગોંડલની જનતા તેનો જવાબ આપશે તેનો મારે કે મારા ગોંડલે જવાબ આપવાની જરૂર નથી. તેમણે આગળ મીડિયા પર આક્ષેપ કરતા કહ્યું કે, અત્યાર સુધી મીડિયામાં ચાલ્યું છે તે માત્ર એક તરફી ચાલ્યું છે. તેમણે આ દરમિયાન અમદાવાદની મીડિયા પર કટાક્ષ કરતા કહ્યું કે, મને લાગે છે કે, ગોંડલનું સર્ટિફિકેટ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દે, કોઇ મીડિયા ચેનલ આપી દે અને તેનાથી ગોંડલ બદનામ થઇ જાય અને તે લોકો કહે તો સારું થઇ જાય તેવું હું માનતો નથી. તેમણે કહ્યું કે, અહીની લોકલની જો વાત કરવામાં આવે તો ગોંડલની જનતા જ તેનો જવાબ આપે તો તે મને વ્યાજબી લાગે છે. તેમણે કહ્યું કે, જે રીતે મીડિયામાં અપ્રચાર થયો છે, ભ્રામક પ્રચાર થયો છે તેનો જવાબ મીડિયા સમક્ષ મારી ગોંડલની જનતા 100 ટકા આપશે.

Advertisement

સમગ્ર મામલો આકસ્મિક ઘટ્યો છે : જયરાજસિંહ

જયરાજ સિંહ જાડેજાએ મામલા પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જે પણ ઘટના ઘટી છે તે આકસ્મિક છે. તેમણે આકસ્મિક ઘટના કોને કહેવાય તેનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, તમે તમારું વાહન લઇને તમારા ઘરે જઇ રહ્યા છો અને તમારા કોઇને સાથે અથડાવાનું થાય તો તમારો કોઇ ઇરાદો ખરો? તેમણે કહ્યું કે, આ ઘટનાને હું માત્ર ને માત્ર આકસ્મિક ગણું છું. આમાં કોઇ પૂર્વઆયોજીત કાવતરું નથી. જે જુનાગઢનો પરિવાર છે તેનાથી મારે કોઇ પારિવારીક વાંધો નથી, કોઇ પેઢી દર પેઢીનું વેરઝેર નથી, આ કોઇને પણ હું ઓળખતો નથી. ગણેશ પણ તેમને ઓળખતો નથી. પહેલા કહ્યું તે પ્રમાણે આ ઘટના માત્ર આકસ્મિક ઘટી છે.

દલિત સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું

ઉલ્લેખનીય છે કે, જુનાગઢના દલિત યુવાનને ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા માર મારવા મામલે આજે જુનાગઢથી (Junagadh) ગોંડલ સુધી દલિત સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું છે, જેમાં સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અનુસૂચિત જાતિની રેલી ગોંડલના વિવિધ રાજમાર્ગો પર ફરી છે. જ્યારે ડો.બાબા સાહેબ આંબેડકર ચોકથી પ્રતિકાર મહાસંમેલનનું આયોજન કરાયું છે. માહિતી મુજબ, સ્ટેજ પરથી આહ્વાન કરાયું કે આ કોઈ સમાજ વિરૂદ્ધ સંમેલન નથી. આ સંમેલન માત્ર જયરાજસિંહ જાડેજા (Jayaraj Singh Jadeja) અને તેમના પરિવાર સામે છે. મહાસંમેલનમાં અનુસૂચિત જાતિ સમાજે સરકાર સમક્ષ 4 માગ મૂકી છે. તમામ આરોપીઓ વિરૂદ્ધ કલમ 120B ઉમેરવામાં આવે. આ કેસમાં સ્પેશિયલ સરકારી વકીલ ફાળવવામાં આવે. સરકાર આ કેસ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવી 6 મહિનામાં કેસનો નિકાલ કરે તેવી માગ કરાઈ છે. માહિતી મુજબ, ધોરાજીથી પણ ગોંડલ (Gondal) સુધી અનુસૂચિત જાતિ સમાજની બાઇક રેલી યોજાઇ હતી.

આ પણ વાંચો - Corruption in Gujarat : 5 કિસ્સામાં 2 હજાર કરોડથી વધુનાં ભ્રષ્ટાચારમાં કલેક્ટર, ક્લાસ વન સહિતના અધિકારીઓ સામે તવાઈ

આ પણ વાંચો - Ganesh Gondal Case : ફરિયાદ કરનાર દલિત યુવક અને તેનો પરિવાર પણ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ!

Tags :
Advertisement

.

×