Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ

પત્ર લખવા માટે જાણીતા કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ! પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે કુમાર કાનાણીનો પત્ર ભેળસેળિયા તત્વો સામે આકરા પગલાંની કરી માગ નકલી વસ્તુઓ બનાવતા લોકો સામે પણ કાર્યવાહીની...
surat   ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ
Advertisement
પત્ર લખવા માટે જાણીતા કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ!
પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે કુમાર કાનાણીનો પત્ર
ભેળસેળિયા તત્વો સામે આકરા પગલાંની કરી માગ
નકલી વસ્તુઓ બનાવતા લોકો સામે પણ કાર્યવાહીની માગ
આગામી વિધાનસભા સત્રમાં કાયદો બનાવવાની કરી માગ
પાંગળા કાયદાને કારણે નકલબાજો સામે કાર્યવાહી ન થવાની રાવ
ગઈકાલે ગૃહમંત્રીના આદેશ બાદ આજે પૂર્વ મંત્રીનો પત્ર
ગઈકાલે ગૃહમંત્રીએ પણ નકલી સામે પગલાંની કરી હતી વાત
ખાદ્ય પદાર્થમાં ભેળસેળ વધી ગઇ છે ત્યારે પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ જાહેર થયો છે. કુમાર કાનાણીએ ભેળસેળીયા તત્વો સામે આકરા પગલાંની માગ કરી છે અને આગામી વિધાનસભા સત્રમાં કાયદો બનાવવાની માગ કરી છે.
ભેળસેળીયા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ
પત્ર લખવા માટે જાણીતા પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખીને વાતાવરણ ગરમાવી દીધું છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બાબતે વાત કરી છે અને ભેળસેળીયા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
તેમણે નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહીની માગ કરી હતી.
આગામી વિધાનસભા સત્રમાં કાયદો બનાવવાની પણ માગ કરી
કુમાર કાનાણીએ પત્રમાં કડક કાયદા બનાવવા માટે પણ માગ કરી હતી. ભેળસેળ અને નકલી વસ્તુથી લોકોના આરોગ્યને ગંભીર નુકશાન થાય છે. તેમણે આગામી વિધાનસભા સત્રમાં કાયદો બનાવવાની પણ માગ કરી છે. નકલી વસ્તુઓ બનાવતા તત્વો સામે ગાળીયો કસવો હવે જરુરી બની ગયો છે કારણ કે તમામ ચીજોમાં ભેળસેળ વધી ગઇ છે. ગઇ કાલે ગૃહ રાજ્ય મંત્રીએ પણ નકલી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
Tags :
Advertisement

.

×