Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch: સામખયારીથી રાધનપુર જતા હાઈવે પર અક્સ્માત, 6 લોકોનું ઘટના સ્થળે જ મોત

Kutch: કચ્છામાં અત્યારે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. કચ્છ (Kutch)ના સામખયારીથી રાધનપુર જતા હાઈવે પર અક્સ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, ટ્રક અને ઇકો ગાડીનો અકસ્માત સર્જાયો છે. આ ગંભીર અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે...
kutch  સામખયારીથી રાધનપુર જતા હાઈવે પર અક્સ્માત  6 લોકોનું ઘટના સ્થળે જ મોત

Kutch: કચ્છામાં અત્યારે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. કચ્છ (Kutch)ના સામખયારીથી રાધનપુર જતા હાઈવે પર અક્સ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, ટ્રક અને ઇકો ગાડીનો અકસ્માત સર્જાયો છે. આ ગંભીર અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે મોત થયાની વિગતો સામે આવી છે. આ સાથે અકસ્માતમાં અન્ય ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

Advertisement

ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

નોંધનીય છે કે, સામખયારીથી રાધનપુર જતા હાઈવે પર ટ્રક અને ઇકો ગાડી વચ્ચે ગંભીર અકસ્તાના હ્રદય કંપાવે તેવા દ્વશ્યો સામે આવ્યા હતા. નોંધનીય છે કે, આ ઘટનામાં 6 લોકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત થયા છે. નોંધનીય છે કે, સ્થાનિકો દ્વારા ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેથી તેમને ત્યા પ્રાથમિક સારવાર આપી શકાય. નોંધનીય છે કે, અકસ્માતની જાણ થતાની સાથે પોલીસે ઘટના સ્થળ પર આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઈકો કાર અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માથી અરેરાટી વ્યાપી

વિગતો એવી પણ સામે આવી રહીં છે કે, ટ્રકને ઓવરટેક કરવા જતા ઇકો કારે સંતુલન ગુમાવ્યું અને સામે આવતા ટ્રેલર સાથે ટકરાઈ હતી. જેથી ઇકોમાં સવાર 6 લોકો ઘટના સ્થળ પર જ મોતને ભેટ્યા હતા. નોંધનીય છે કે, લાકડીયા નજીક ઈકો કાર અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માથી અરેરાટી વ્યાપી ગઈ હતી. નોંધનીય છે કે, આ રસ્તા પર બ્રિજનું સમારકામ ચાલતું હોવના કારણે ડાયવર્ઝન રાખવામાં આવ્યું હતું જેના કારણે અકસ્માતની ઘટના બની છે. નોંધનીય છે કે, અકસ્માતની ઘટના બનતા હાઈવે પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જોકે,ઘટના સ્થળ પર પોલીસે આવીને સ્થિતિને કાબુમાં લેવામાં પ્રયત્ન કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો: VADODARA : નવા ચૂંટાયેલા સાંસદે મોટી જાહેરાત કરી દિલ જીતી લીધા, જાણો શું છે ખાસ

આ પણ વાંચો: Arvind Ladani: પોરબંદર અને વાઘોડિયા સહિત માણાવદરમાં પણ ભાજપે કર્યો કેસરિયા, અરવિંદ લાડાણીની ભવ્ય વિજય

આ પણ વાંચો: Dharmendrasinh Vaghela: વાઘોડિયા બેઠક પર ભાજપની 78 હજાર મતની લીડ સાથે ભવ્ય જીત

Tags :
Advertisement

.