Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમરેલી : ભગવાન શિવના દર્શને પહોંચ્યા સિંહો, જુઓ વાયરલ VIdeo

અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વસવાટ કરતા એશિયાટિક લાયન ગુજરાતનું ઘરેણું છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સિંહના જંગલ વિસ્તારની નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં અને હાઈવે પર આંટાફેરાના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. તો બીજી તરફ ક્યારેક પજવણીના વીડિયો પણ વાઈરલ...
અમરેલી   ભગવાન શિવના દર્શને પહોંચ્યા સિંહો  જુઓ વાયરલ video
Advertisement

અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વસવાટ કરતા એશિયાટિક લાયન ગુજરાતનું ઘરેણું છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સિંહના જંગલ વિસ્તારની નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં અને હાઈવે પર આંટાફેરાના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. તો બીજી તરફ ક્યારેક પજવણીના વીડિયો પણ વાઈરલ થાય છે. ત્યારે આજે ફરીથી અમરેલીનો એક વીડિયો સામે આવી રહ્યો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે સિંહ શિવ મંદિરમાં આંટાફેરા મારી રહ્યા છે. સિંહ દેખાતા પૂજારી મંદિરમાં પુરાઈ જાય છે અને સિંહોને ભગાવવા હાકલા પડકારા કર્યા હતા. પૂજારીએ બંને સિંહોને મોબાઈલમાં કેદ કર્યા હતા. સિંહો શિવજીને માથું ટેકાવે છે. અને આ પ્રકારના દ્રશયો પૂજારીના કેમેરામાં કેદ થાય છે. જોકે આ સિંહો ક્યાં મંદિરમાં ઘૂસ્યા ક્યાં વિસ્તારનો વિડીયો તે તપાસનો વિષય છે. પરંતું સિંહોનો આ અદભૂત વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો : OMG, રાજ્યમાં ધોરણ-10 માં 157 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું…

Advertisement

Tags :
Advertisement

.

×