Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election 2024: મત ગણતરીને લઇ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી મત ગણતરીને લઇ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મતગણતરી કેન્દ્ર ખાતે ત્રણ લેયરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે,...
lok sabha election 2024  મત ગણતરીને લઇ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી મત ગણતરીને લઇ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મતગણતરી કેન્દ્ર ખાતે ત્રણ લેયરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આવતી કાલે લોકસભા ચૂંટણીને લઈને મતગણતરી થવાની છે. જેને લઈને અત્યારે તૈયારી પૂરજોશમાં ચાલી રહીં છે.

Advertisement

બે હોલમાં આવતીકાલે સવારે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે

તમને જણાવી દઇએ કે, આવતીકાલે લોકસભા ચુંટણીના પરિણામ જાહેર થશે. ત્યારે દાહોદ લોકસભા બેઠક માટે દાહોદની સરકારી ઈજનેરી કોલેજ ખાતે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. જેને લઇને દાહોદ જિલ્લા વહીવટી તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ ને આખરી ઓપ આપ્યો છે. નોંધનીય છે કે, બે હોલમાં આવતીકાલે સવારે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. સાત વિધાનસભા બેઠક દીઠ અલગ અલગ ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર ઉપર ત્રણ લેયર માં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ મત ગણતરી કેન્દ્ર ખાતે વિધાનસભા દીઠ અલગ અલગ સુપરવાઈઝર સહિત 400 ઉપરાંત કર્મચારીઓ મતગણતરી કામગીરીમાં જોડાશે.

અલગ અલગ રાઉન્ડમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે

મળતી જાણકારી પ્રમાણે પોસ્ટલ બેલેટ અને ઇવીએમ બંનેની એકસાથે સવારે આઠ વાગ્યાથી ગણતરી શરૂ થશે. દાહોદ વિધાનસભાની ગણતરી 20 રાઉન્ડ, સંતરામપુર 21 રાઉન્ડ, ફતેપુરા 21 રાઉન્ડ, ઝાલોદ 20 રાઉન્ડ , લીમખેડા 19 રાઉન્ડ, ગરબાડા 22 રાઉન્ડ અને દેવગઢ બારિયા 20 રાઉન્ડ આ પ્રમાણે અલગ અલગ રાઉન્ડમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. તમામ પ્રકારની તૈયારીઓને લઈ તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

Advertisement

તંત્ર દ્વારા મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી

આવતીકાલે લોકસભા ચુંટણીના પરિણામ જાહેર થશે. ત્યારે દાહોદ લોકસભા બેઠક માટે દાહોદની સરકારી ઈજનેરી કોલેજ ખાતે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. જેને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે સાત વિધાનસભા બેઠક દીઠ અલગ અલગ ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર ઉપર ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ મત ગણતરી કેન્દ્ર ખાતે વિધાનસભા દીઠ અલગ અલગ સુપરવાઈઝર સહિત 400 ઉપરાંત કર્મચારીઓ મતગણતરીમાં જોડાશે. પોસ્ટલ બેલેટ અને ઇવીએમ બંનેની એક સાથે સવારે આઠ વાગ્યાથી ગણતરી શરૂ થશે.

આ પણ વાંચો: VADODARA : સ્માર્ટ વિજ મીટરનું બેસણું, મહિલાએ કહ્યું “ઘર ચાલે તેમ નથી”

આ પણ વાંચો: High Court : ત્રણ મનપાના અધિકારીઓએ કુલ 1580 પેજનું એફિડેવિટ કર્યું

આ પણ વાંચો: Counting: રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ

Advertisement
Tags :
Advertisement

.