Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lok Sabha Elections : પ્રકટ કુંભાણીએ કહ્યું, ‘મારે તો હાઇકોર્ટ જવું જ હતું ..

Lok Sabha Electionsમાં સુરત બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેષ કુંભાણી છેલ્લા એક સ્પ્તાહથી લાપતા રહ્યા બાદ આજે પ્રકટ થયા. આ પહેલા તો કોંગ્રેસ પાર્ટીએ તેમણે 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરી દીધા હતા. કુંભાણીના ટેકેદારોની સહી યોગ્ય ના હોવાની વાત સામે...
lok sabha elections   પ્રકટ કુંભાણીએ કહ્યું  ‘મારે તો હાઇકોર્ટ જવું જ હતું
Advertisement

Lok Sabha Electionsમાં સુરત બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેષ કુંભાણી છેલ્લા એક સ્પ્તાહથી લાપતા રહ્યા બાદ આજે પ્રકટ થયા. આ પહેલા તો કોંગ્રેસ પાર્ટીએ તેમણે 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરી દીધા હતા. કુંભાણીના ટેકેદારોની સહી યોગ્ય ના હોવાની વાત સામે આવતા જ ચૂંટણી અધિકારીએ પોતાની કામગીરી આરંભી દીધી.

ઉમેદવારીનું કુંભાણીનું ફોર્મ રદ્દ

ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીની ફરિયાદના આધારે પંચે કાર્યવાહી કરી.ત્યાર બાદ કુંભાણીનું ફોર્મ રદ્દ થતાં આપોઆપ જ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજેતા બની ગયા.આ ઘટનાક્રમ વચ્ચે જેટલા ઉમેદવારોએ અપક્ષ લડવા માટે ફોર્મ ભર્યા હતા તેઓ પણ ‘બેસી’ જતાં ભાજપના જ ઉમેદવાર અડીખમ રહ્યા એટલે ચૂંટણી પંચે તેમણે મક્કમતાથી બિનહરીફ વિજેતા ઘોષિત કર્યા હતા.

Advertisement

અલોપ થયેલા કુંભાણી પ્રકટ થયા

કુંભાણીનું ફોર્મ રદ્દ ફોર્મ રદ્દ થતાં સાથે જ ગાયબ થઈ ગયેલા કુંભાણી સામે આરોપ લાગ્યા કે ભાજપ સાથે મિલીભગત કરી છે. સુરતના જાહેર માર્ગો પર પોસ્ટર પણ લાગ્યા કે ભાજપ પાસેથી મોટી રકમ લઈને કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે’ આ પછી ગુરુવારે તેમના પત્ની નીતા એ સામે આવી ને કેટલાક ખુલાસાઓ કર્યા.અને આજે કુંભાણી પ્રકટ થયા.

Advertisement

કુંભાણીએ 5 મિનિટનો વિડીયો જારી કરી કે હું તો હાઇકોર્ટમાં જવા માંગતો હતો પણ કોંગ્રેસનાં નેતાઓએ સાથ જ ના આપ્યો. હું કોંગ્રેસ સાથે છુ અને કોંગ્રેસમાં જ રહીશ.

સુરતની આ ઘટના એ દેશભરમાં ચકચાર જગાવી છે અને કેટલાય દિગ્ગજોની પ્રતિક્રિયા પણ આવી. કોંગ્રેસની પણ બેદરકારીના કારણે ‘રેવડી દાણ-દાણ’થઈ ગઈ. કોંગ્રેસ પર પણ લાપરવાહી અને બેદરકારીના આરોપ લાગ્યા હતા. પણ કોંગ્રેસે કુંભાણીની કોઈ પ્રતિક્રિયા રાહ જોયા વગર જ 6 વર્ષ માટે ગડગડિયું પકડાવી દીધું છે

આ પણ વાંચો- Kutch Police : આંદોલનમાં ક્ષત્રિયોની પડખે રહેનારા પર સરકારની નજર 

Tags :
Advertisement

.

×