MAHESANA : ખેડૂતોના વળતરના કેસમાં માર્ગ અને મકાન વિભાગની કચેરી કરાઈ સીલ
અહેવાલ - મુકેશ જોષી મહેસાણા જિલ્લા પંચાયત ખાતે સીલ કરાયેલ માર્ગ અને મકાન વિભાગની કચેરી સીલ થયા બાદ કર્મચારીઓને ક્યા બેસવું પ્રશ્ન ઊભો થયો છે. કચેરી સીલ થઈ જતાં કચેરીના કર્મીઓએ કાર્યપાલક ઇજનેરની ઓફિસમાં બેસી કામ કરવાની ફરજ પડી છે....
Advertisement
અહેવાલ - મુકેશ જોષી
મહેસાણા જિલ્લા પંચાયત ખાતે સીલ કરાયેલ માર્ગ અને મકાન વિભાગની કચેરી સીલ થયા બાદ કર્મચારીઓને ક્યા બેસવું પ્રશ્ન ઊભો થયો છે. કચેરી સીલ થઈ જતાં કચેરીના કર્મીઓએ કાર્યપાલક ઇજનેરની ઓફિસમાં બેસી કામ કરવાની ફરજ પડી છે.
વિજાપુરના જંત્રાલના ખેડૂતોના વળતરના કેસમાં માર્ગ અને મકાન વિભાગની કચેરી સીલ કરાઈ હતી. જે વળતરના ચૂકવે ત્યાં સુધી ઓફિસ સીલ કરવા કોર્ટે હુકમ કર્યો હતો. ખેડૂતોને લાખોનું વળતર નહિ ચૂકવાતા કોર્ટે હુકમ કરેલો છે. ત્યારે બે દિવસથી સીલ કરેલ ઓફિસના કર્મીઓએ બીજી ઓફિસમાં કામ કરવા મજબૂર થયા છે. ઓફિસ ખોલાવવા માર્ગ મકાન વિભાગના કર્મીઓ હાઇકોર્ટ પણ ગયા છે.
વધુ વિગતો જોઈએ તો વર્ષ 2008માં વિજાપુરના જંત્રાલથી રાધુપૂરા જતો એપ્રોચ રોડ માટે જમીન સંપાદન થયેલી. જેના કુલ 9 ખેડૂતોની જમીન સંપાદિત કરાયેલી .9 પૈકી 3 ખેડૂતોને વળતર નહિ મળતાં મામલો કોર્ટમાં ગયેલો. વર્ષ 2011 માં કેસ કરતા વર્ષ 2019 માં ચુકાદો આવેલો. 2019 થી અત્યાર સુધી એક પણ રૂપિયો વળતરનો ચુકવાયો નહોતો. જે વળતર નહિ ચૂકવાતા કોર્ટમાં સ્પેશ્યલ દરખાસ્ત કરવામાં આવી હતી. ખેડૂતોની દરખાસ્તને પગલે આજે નામદાર કોર્ટ દ્વારા કચેરી સિલ કરાઈ હતી. ત્યારે હવે કચેરીના અધિકારીઓ દ્વારા દિન 15 માં વળતર ચૂકવી આપવા બાહેધરી અપાઈ છે.


