Gondal : ચેક રિટર્નના કેસમાં મોવીયાના પ્રમુખરાજ એજયુકેશન ટ્રસ્ટના સંચાલકને એક વર્ષની સજા
અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ (Gondal) તાલુકાના મોવીયા ગામના પ્રમુખરાજ એજયુકેશન ટ્રસ્ટના સંચાલકને વધુ એક ચેક રીટર્ન કેસમાં એડી. ચીફ કોર્ટે એક વર્ષની સજા ફરમાવી હતી. 53 લાખ ઉછીના લીધા હતા પ્રાપ્ત માહિતી મુજબ હિરેનભાઇ મગનભાઇ ખુંટ, રહે. મોવીયા. તા. ગોંડલ...
Advertisement
અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલ (Gondal) તાલુકાના મોવીયા ગામના પ્રમુખરાજ એજયુકેશન ટ્રસ્ટના સંચાલકને વધુ એક ચેક રીટર્ન કેસમાં એડી. ચીફ કોર્ટે એક વર્ષની સજા ફરમાવી હતી.
53 લાખ ઉછીના લીધા હતા
પ્રાપ્ત માહિતી મુજબ હિરેનભાઇ મગનભાઇ ખુંટ, રહે. મોવીયા. તા. ગોંડલ વાળા મોવીયા મુકામે પ્રમુખરાજ એજયુ. ટ્રસ્ટનાં નામથી સ્કુલનું સંચાલન કરે છે. તેઓને તેમના સ્કુલનાં વિકાસ માટે નાણાની જરૃરીયાત ઉભી થતા વર્ષ ર૦૧૭માં તેઓના મિત્ર વસંતભાઇ રમેશભાઇ વાડોદરીયા પાસેથી ત્રેપન લાખ પુરા હાથ ઉછીના વગર વ્યાજે મિત્રતાનાં નાતે લીધેલાં. અને રકમ પરત કરવા માટે કુલ ત્રણ ચેકો અનુક્રમે રૃા. ૮,૦૦,૦૦૦ રૃા. ૯,૯૦,૦૦૦ તથા રૃા. ૩પ,૦૦,૦૦૦ નાં આપેલા તે પૈકી ફરીયાદીએ સને ર૦૧૯ માં રૃા. ૩પ,૦૦,૦૦૦ અંકે રૃપિયા પાત્રીસ લાખનો ચેક બેંકમાં નાખતાં ચેક પરત ફરેલો અને ફરીયાદીને નાણા મળ્યા નહી.
એક વર્ષની સાદી કેદની સજા
આ બાબતે અદાલતમાં કેસ ચાલી જતા ઉપરોકત કેસમાં આરોપી હિરેનભાઇ મગનભાઇ ખુંટને તારીખ પ-૮-ર૦ર૩ ના રોજ તકસીરવાન ઠરાવી એક-એક વર્ષની સાદી કેદની શિક્ષા કરવામાં આવી હતી. આરોપીએ ફરીયાદીની લેણી રકમ દિન-૩૦ માં ચુકવી આપવી તેવો હુકમ ફરમાવેલ છે.