ગુજરાતમાં મેઘતાંડવ!, આ જિલ્લામાં બે કલાકમાં 6 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, વાહનો ડૂબ્યા
રાજ્યમાં મેઘરાજાનું જોરદાર આગમન થઈ ગયું છે. આજે સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની સતત ધડબડાટી બોલી હતી. છેલ્લા 24 કલાકમાં સૌથી વધી વલસાડમાં આશરે 6 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. આ સિવાય સુરત નવસારીમાં પણ 6 ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો.
#GujaratRain | સુરતના સણિયા હેમાદ ગામમાં ખાડીના પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકી#suratnews #Gujarat #RainyDay #Monsoon2023 #Monsoon #WeatherUpdate #gujaratfirst pic.twitter.com/ucmVPhZP7a
— Gujarat First (@GujaratFirst) June 29, 2023
સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદને કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી. સુરતના સણિયા-હેમાદ ગામમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે
#GujaratRain | વડોદરા શહેરમાં વરસાદી માહોલ#Vadodara #rain #Gujarat #RainyDay #Monsoon2023 #Monsoon #WeatherUpdate #gujaratfirst pic.twitter.com/qmRqJWzPC5
— Gujarat First (@GujaratFirst) June 29, 2023
નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાની પૂર્ણા અને કાવેરી નદીનું જળ સ્તર વધવા લાગ્યું છે. નદીમાં અચાનક જલ સ્તર વધવાના કારણે પૂર્ણા નદી પર બનેલા સુપા અને કુરેલ ગામને જોડતો લો લાઈન પુલ અરવર જવર માટે બંધ કરી દેવાની ફરજ પડી છે. સાથે જ ગણદેવીના ધનોરીથી નેશનલ હાઈવે તરફ જવાના રસ્તા પર ઝાડ પડવાના કારણે અહીં પણ વાહન વ્યવહારને અસર પહોંચી છે.
#GujaratRain | નવસારીના ચીખલીની કાવેરી નદી પર આવેલ કોઝ-વે ઓવરફ્લો#navsari #rain #Gujarat #RainyDay #Monsoon2023 #Monsoon #WeatherUpdate #gujaratfirst pic.twitter.com/Xixf5pvLSb
— Gujarat First (@GujaratFirst) June 29, 2023
આ સિવાય શુક્રવારે સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, ભરૂચમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
તાપી જિલ્લામાં મેઘ રાજાએ જાણે મેઘ તાંડવ સર્જાયું હોઈ તેવા દૃશ્યો ભારે વરસાદ થકી છેલ્લાં ચોવીસ કલાક થી જોવા મળી રહ્યાં છે જેમાં જિલ્લામાં કેટલાક ગામોમાં પાણી ભરાયાં તો જિલ્લાનાં કેટલાક ગામો સંર્પક વિહોણા થયાં ત્યારે જિલ્લા માંથી પ્રસાર થતું નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી. ત્યારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ વ્યારામાં 5 ઈંચ થી વધુ વરસાદ ખાબકયો હતો.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન, આ જિલ્લાઓમાં મન મૂકીને વરસ્યો વરસાદ