Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હવામાન વિભાગની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

રાજ્યમાં આજે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે જમ્મુ અને તેની આસપાસ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની...
હવામાન વિભાગની આગાહી  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Advertisement

રાજ્યમાં આજે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે જમ્મુ અને તેની આસપાસ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદમાં આગામી 24 કલાકમાં ગાજવીજ અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવા સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. અમદાવાદ, ભાવનગર, અમરેલી અને બનાસકાંઠામાં વરસાદની શક્યતા છે, જ્યારે રવિવારે અમદાવાદ, ભાવનગર, અમરેલી અને બનાસકાંઠાની સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપીમાં પણ વરસાદ થવાની શક્યતા છે.

Advertisement

મહત્વનું છે કે, હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે જમ્મુ અને તેની આસપાસ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે.

Advertisement

આ પણ વાંચો : ગોંડલમાં મધરાત્રે ખનીજ ચોરીની અરજીની અદાવત રાખી હુમલો

Tags :
Advertisement

.

×