Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમિક્લયુક્ત ઝેરી પાણી પીવાથી 25 થી વધુ ઊંટના મોત નિપજ્યા

વાગરા તાલુકાના ચાંચવેલ ગામની સીમમાં કેમિકલયુક્ત પાણીના સંપર્કમાં આવવાથી અંદાજીત 30 જેટલા ઊંટ મોતને ભેટ્યા હોવાની વિગતો બહાર આવી છે. હજી પણ કેટલાક ઊંટ જીવન મરણની પથારીએ છે. જો સમયસર સારવાર આપવામાં આવશે તો બાકી રહેલ ઊંટને બચાવી શકાય...
વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમિક્લયુક્ત ઝેરી પાણી પીવાથી 25 થી વધુ ઊંટના મોત નિપજ્યા
Advertisement

વાગરા તાલુકાના ચાંચવેલ ગામની સીમમાં કેમિકલયુક્ત પાણીના સંપર્કમાં આવવાથી અંદાજીત 30 જેટલા ઊંટ મોતને ભેટ્યા હોવાની વિગતો બહાર આવી છે. હજી પણ કેટલાક ઊંટ જીવન મરણની પથારીએ છે. જો સમયસર સારવાર આપવામાં આવશે તો બાકી રહેલ ઊંટને બચાવી શકાય તેમ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના ચાંચવેલ ગામની સીમમાં 30 ઊંટના મોત નિપજ્યા હોવાની જાણ થતાં મીડિયા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બનાવ અંગે પૂછતાં માલધારી રહેમાનભાઈ અલ્લારખા ભાઈ જત જેઓએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે, ગઈ કાલે બપોરે એટલે કે 21 મી મેના રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં તેઓ પોતાના અંદાજીત 75 ઊંટને લઈને ચાંચવેલ ગામ તળાવ ખાતે પાણી પીવડાવવા માટે જઈ રહ્યા હતા તે સમયે ચાંચવેલ ગામની સીમમાં ખુલ્લામાં કેમિકલ ઢોળાયેલું હતું. જે કેમિકલ વારુ પાણી પીવાથી 30 જેટલા ઊંટ તડપી તડપીને મોતને ભેટ્યા હતા.

Advertisement

માલધારી રહેમાન ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેમિકલ ONGC ની લાઈનમાંથી લીકેજ થયું છે. જેના કારણે મારા 30 જેટલા ઊંટ મોતને ભેટ્યા છે. અંદાજીત 15 લાખથી વધુનું નુકસાન થતા માલધારી રહેમાન ભાઈના માથે આભ તૂટી પડ્યું છે. હજી પણ કેટલાક ઊંટ જીવન મરણ વચ્ચે છે જેમને સમયસર સારવાર મળી જાય તો બચેલા ઊંટને બચાવી શકાય તેમ છે.

Advertisement

નોંધનીય બાબત એ છે કે ગઈકાલે બપોરે 2 વાગ્યે ઘટના બની હતી. જેની જાણ માલધારી રહેમાન ભાઈએ ચાંચવેલ ગામના સરપંચને જાણ કરેલ હતી. પરંતુ આ લખાય રહ્યું છે. ત્યાં સુધી વહીવટી તંત્ર ત્યાં પહોંચ્યું ન હતું. ચાંચવેલ ગામના સરપંચ સાથેની ટેલિફોન વાતચીતમાં સરપંચે જણાવ્યું હતું કે બનાવની જાણ મને મોડી સાંજે કરવામાં આવી હતી. અને એકજેટ લોકેશન મને ખબર ન હોવાને કારણે મેં તંત્રને જાણ કરેલ ન હતી. ત્યાર બાદ તપાસ કર્યા બાદ મને લોકેશનની જાણ થતાં મેં આજે સવારે એટલે કે 22 મી મેં ના રોજ વાગરા મામલતદારને બનાવ અંગે જાણ કરી છે. તેમ તેઓએ જણાવ્યું હતું. ગઈ કાલથી જીવન મરણ વચ્ચે કેટલાક ઊંટ સારવારની રાહ જોઈ રહ્યા છે. જો સમયસર સારવાર આપવામાં આવે તો તેમને બચાવી શકાય તેમ છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : ગૃહિણીઓ માટે રાહતના સમાચાર, સિંગતેલના ભાવમાં થયો મોટો ઘટાડો

Tags :
Advertisement

.

×