Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot અગ્નિકાંડને લઈ બેઠકોનો ધમધમાટ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વીડિયો કોન્ફરન્સ

Rajkot: રાજકોટ ગેમ ઝોન અગ્રિકાંડને લઈને અત્યારે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. નોંધનીય છે કે,રાજકોટ અગ્નિકાંડને લઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા મહત્વની બેઠક થઈ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની વીડિયો કોન્ફરન્સ કરી બેઠક બોલાવી. મળતી...
rajkot અગ્નિકાંડને લઈ બેઠકોનો ધમધમાટ  ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વીડિયો કોન્ફરન્સ
Advertisement

Rajkot: રાજકોટ ગેમ ઝોન અગ્રિકાંડને લઈને અત્યારે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. નોંધનીય છે કે,રાજકોટ અગ્નિકાંડને લઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા મહત્વની બેઠક થઈ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની વીડિયો કોન્ફરન્સ કરી બેઠક બોલાવી. મળતી જાણકારી પ્રમાણે રાજકોટના નવા પોલીસ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી છે. આ બેઠકમાં પોલીસ કમિશનર બ્રીજેશ ઝા, ડીજીપી વિકાસ સહાય હાજર રહ્યા અને રાજકોટ અગ્નિકાંડ મામલે વિગતે ચર્ચાઓ થઈ હતી. તમને જણાવી દઇએ કે, લાઈન ઓફ એકશન અને અત્યારની કામગીરી પર સમીક્ષા કરવામાં આવી હતી.

ગૃહ રાજ્ય મંત્રીએ અગ્નિકાંડ મામલે તપાસના આપ્યા આદેશ

નોંધનીય છે કે, અગ્રિકાંડ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સતત અપડેલ લઈ રહ્યા છે. આ સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ આ અંગે તપાસ કરવાના આદેશ પણ આપી દીધા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ ઘટના સ્થળની મુલાકાત લઈને કહ્યું હતું કે, આ મામલે કસુરવારને જરાય બક્ષવામાં નહીં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, અત્યારે આ મામલે કડક કાર્યવાહીના પગલા પણ લેવાઈ રહ્યા હતા.

Advertisement

Advertisement

રાજકોટ TRP અગ્નિકાંડમાં મોટો ખુલાસો થયો

તમને જણાવી દઇએ કે, અગ્નિકાંડને લઈને સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં એસઆઈટી રચના કરવામાં આવી છે. તેમની અધ્યક્ષતામાં આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહીં છે. તમને જણાવી દઈએ કે, રાજકોટ TRP અગ્નિકાંડમાં મોટો ખુલાસો થયો છે. મળતી જાણકારી પ્રમામે 3 મહિના અગાઉ પણ આ ગેમ ઝોનમાં આગ લાગી હતી. SITની તપાસમાં ગંભીર હકીકત સામે આવી છે. નોંધનીય છે કે, અગાઉ પણ આગ લાગવા છતાં પણ સંચાલકોના પેટનું પાણી ડગ્યું નહોત. એટલું જ નહીં પરંતુ જે-તે સમયે મનપાએ દ્વારા પણ પગલાં નહોતા લેવામાં આવ્યા.

અનેક જગ્યાએ ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનને બંધ કરાયા

ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ મામલે તપાસના આદેશ આપ્યા કાર્યવાહીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનને બંધ કરાવી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, રાજકોટમાં કાર્યવાહી બાદ, સુરત, અમદાવાદ, વડોદરા, દાહોદ, બનાસકાંઠા સહિત સુરેન્દ્રનગરમાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહીં છે.

આ પણ વાંચો: Rajkot: લ્યો બોલો…TRP ગેમ ઝોન રાજકોટ મનપાના ચોપડે પાર્ટી પ્લોટ!

આ પણ વાંચો: Rajkot: જાડેજા પરિવારના વહાલ સોયા પુત્રની અંતિમયાત્રા! સમસ્ત ગ્રામજનોની છલકાઈ આંખો

આ પણ વાંચો: High Court: ‘શું અઢી વર્ષથી ઊંઘમાં હતા’ અગ્નિકાંડ મામલે રાજકોટ મનપાને હાઈકોર્ટની ફટકાર

Tags :
Advertisement

.

×