Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અષાઢી બીજે નહીં પણ પુષ્ય નક્ષત્રમાં નગરચર્યાએ નિકળશે ડાકોરના કાળીયા ઠાકોર..!

દર વર્ષે અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી અને અમદાવાદ સહિતના દેશના વિવિધ સ્થળો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે અને ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળે છે. આ વર્ષે 20 જૂને રથયાત્રા યોજાશે. જો કે ડાકોરના શામળીયા...
અષાઢી બીજે નહીં પણ પુષ્ય નક્ષત્રમાં નગરચર્યાએ નિકળશે ડાકોરના કાળીયા ઠાકોર
Advertisement
દર વર્ષે અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી અને અમદાવાદ સહિતના દેશના વિવિધ સ્થળો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે અને ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળે છે. આ વર્ષે 20 જૂને રથયાત્રા યોજાશે. જો કે ડાકોરના શામળીયા ઠાકોર જ્યાં બિરાજે છે તે તીર્થધામ ડાકોરમાં આ વખતે 21 જૂને બુધવારે પુષ્ય નક્ષત્રમાં યોજાશે.
251મી રથયાત્રા પણ અષાઢી બીજના બદલે પુષ્ય નક્ષત્રમાં 21મી જૂને બુધવારે યોજાશે
આમ તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજે યોજાય છે પણ ડાકોરમાં બીજના બદલે નક્ષત્રના આધારે ભગવાન કાળીયા ઠાકોરની રથયાત્રા યોજાય છે. ડાકોરમાં પુષ્ય નક્ષત્રમાં રાજા રણછોડ ભક્તોને દર્શન આપવા નિકળે છે અને આ પરંપરા છેલ્લા 250 વર્ષથી યોજાય છે. આ વખતે 251મી રથયાત્રા પણ અષાઢી બીજના બદલે પુષ્ય નક્ષત્રમાં 21મી જૂને બુધવારે યોજાશે તેમ ડાકોર મંદિરના સેવક તીર્થ પંડ્યાએ જણાવ્યું હતું. વર્ષોની આ પરંપરા છે અને મોટાભાગે અષાઢી બીજના બીજા દિવસે જ પુષ્ય નક્ષત્ર આવે છે અને તેથી અન્ય સ્થળોએ રથયાત્રા યોજાયા બાદ બીજા દિવસે ડાકોરમાં રથયાત્રા યોજાય છે.
ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપે છે
તીર્થ પંડ્યાએ ડાકોરની રથયાત્રા વિશે વધુ માહિતી આપતાં કહ્યું કે સામાન્ય દિવસોમાં દેશ વિદેશમાંથી ભાવિક ભક્તો કાળીયા ઠાકોરના દર્શને આવતાં હોય છે પણ પુષ્ય નક્ષત્રનો આ જ એક દિવસ છે જ્યાં ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપે છે અને તેથી ભગવાનના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ રહેતો હોય છે.
7 કિમીની યોજાય છે રથયાત્રા
ડાકોરની રથયાત્રામાં ભગવાન કાળીયા ઠાકોર સોનાના લાલજી મહારાજના સ્વરુપમાં ચાંદીના રથમાં તથા પિત્તળના રથમાં બિરાજે છે અને 7 કિમીનું અંતર કાપીને ગોમતી મૈયાની પ્રદક્ષિણા કરે છે. ભગવાન લાલજી મહારાજના સ્વરુપમાં મંદિરમાંથી નિકળે છે અને ડાકોરના વિવિધ સ્થળો ગૌ શાળા, દાઉદજી મંદિર, બેઠક, રાધિકા કુંડ, દશામા મંદિર, મોખા તલાવડી, ગાયોનો વાડો, રણછોડપુરા ગામ અને વિસામો બેઠક તથા માખણિયા આરોપ, ચિત્રકૂટ ધામ તથા લક્ષ્મીજી મંદિરે પહોંચે છે અને ત્યાંથી નિજ મંદિરે રથયાત્રા પરત ફરે છે.
લાલજી મહારાજનું પૂજન અને આરતી કરીને ભોગ ધરાવે છે
રથયાત્રા દરમિયાન ભાવિક ભક્તો અને શ્રીજીના સેવકો લાલજી મહારાજનું પૂજન અને આરતી કરીને ભોગ ધરાવે છે અને આશિર્વાદ મેળવે છે. કાળીયા ઠાકોર આ દિવસે વિશેષ પ્રકારનો ભોગ આરોગે છે જેમાં ફણગાવેલા મગ (વૈઢા) , કેરી, જાંબુ અને શિરાના પ્રસાદનો સમાવેશ થાય છે. આ એક જ દિવસ છે જ્યાં પ્રજાજનો ભગવાનના ચરણનો સ્પર્શ કરી ધન્યતા અનુભવે છે.
હજારો ભક્તો ઉમટી પડે છે
જય રણછોડ..માખનચોરના નાદ સાથે ભગવાન કાળીયા ઠાકોરની આ ભવ્ય રથયાત્રામાં હજારો ભાવિકો ઉમટી પડે છે. ભજનમંડળીઓ પણ રથયાત્રામાં જોડાય છે.
Tags :
Advertisement

.

×