Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dang : વાઘ બારસના દિવસે આદિવાસીઓએ કરી વાઘ દેવની પૂજા

ડાંગ જિલ્લામાં પારંપરિક રીતે પ્રાકૃતિક દેવોની પૂજા વાઘબારસના દિવસે આદિવાસીઓ વાઘ દેવની કરે છે પૂજા વાઘ દેવની મૂર્તિની પુજા કરી વાઘ બારસની ઉજવણી કરાઈ અહીંના આદિવાસીઓ ઝાડ, પાન અને વાઘ દેવને પૂજે છે આદિવાસી સમાજની વર્ષોથી ચાલી આવે છે આવી...
dang   વાઘ બારસના દિવસે આદિવાસીઓએ કરી વાઘ દેવની પૂજા
Advertisement

ડાંગ જિલ્લામાં પારંપરિક રીતે પ્રાકૃતિક દેવોની પૂજા
વાઘબારસના દિવસે આદિવાસીઓ વાઘ દેવની કરે છે પૂજા
વાઘ દેવની મૂર્તિની પુજા કરી વાઘ બારસની ઉજવણી કરાઈ
અહીંના આદિવાસીઓ ઝાડ, પાન અને વાઘ દેવને પૂજે છે
આદિવાસી સમાજની વર્ષોથી ચાલી આવે છે આવી પરંપરા

આજે ઠેરઠેર વાઘબારસની ઉજવણી કરવામાં રહી છે. ડાંગ જિલ્લામાં છેવાડે આદિવાસીઓ આજે પણ પારંપરિક રીતે પ્રાકૃતિક દેવોની પુજા કરે છે. અહીં 98 ટકા આદિવાસી વન જીવન વસવાટ કરે છે. વાઘબારસે વાઘ દેવની મૂર્તિની પૂજા કરીને વાઘ બારસ હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ડાંગની પ્રજા માટે વાઘબારસ અતિ મહત્વનો તહેવાર ગણવામાં આવે છે. ડાંગ જિલ્લામાં વસતા આદિવાસીઓ પ્રકૃતિને દેવ માને છે અહીં આદિવાસી સમાજના લોકો પ્રકૃતિ સાથે ઝાડ પાન અને વાઘદેવની પૂજા કરે છે.

Advertisement

Advertisement

વાઘ દેવની મૂર્તિની પુજા કરી વાઘ બારસની ઉજવણી કરવામાં આવે છે

ડાંગ જિલ્લામાં આજે ઠેરઠેર વાઘ બારસની ઉજવણી કરવામાં આવી હતી.ગામનાં છેવાડે આવેલ વાઘ દેવની મૂર્તિની પુજા કરીને વાઘ બારસની હર્ષોલ્લાસ પૂર્વક આજરોજ ઉજવણી કરવામાં આવી હતી.ડાંગી પ્રજા માટે વાઘ બારસ અતિ મહત્વનો તહેવાર ગણાય છે.વર્ષમાં એકવાર ગામનાં છેવાડે આવેલ વાઘ દેવની મૂર્તિની પુજા કરી વાઘ બારસની ઉજવણી કરવામાં આવે છે.

ડાંગ જિલ્લાનાં આદિવાસી લોકો પ્રકૃત્તિને દેવ માને છે

પ્રકૃતિ સાથે જોડાયેલા આદીવાસીઓ જંગલનાં પ્રાણીઓને રીઝવવા માટે આસો વદનાં દિવસે વાઘ બારસની ઉજવણી કરે છે.જંગલનાં પ્રાણીઓથી માનવી અને તેના પાલતુ પ્રાણીઓનું રક્ષણ થાય તે માટે વાઘ બારસની ઉજવણી અતિ મહત્વની ગણાય છે.રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં 98% આદિવાસી જનજીવન વસવાટ કરે છે.જંગલ જમીન સાથે જોડાયેલા આદિવાસીઓ આજેપણ પારંપરિક રીતે પ્રાકૃતિક દેવોની પુજા કરે છે.જેનું ઉત્તમ ઉદાહરણ વાઘબારસનું પર્વ પ્રતીત થાય છે.ડાંગ જિલ્લાનાં આદિવાસી લોકો પ્રકૃત્તિને દેવ માને છે અને તેની પૂજા અર્ચના પણ કરતા હોય છે. અહીંના આદિવાસીઓ ઝાડ, પાન અને વાઘદેવને પૂજે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અને સંસ્કૃતીને વળગી રહેનારા આદિવાસી પ્રજાએ ઉત્સાહ, ઉમંગ અને આસ્થા સાથે વાઘ બારસની ઉજવણી કરી હતી.આસો વદ એટલે વાઘબારસ, દિવાળી પહેલાનો આ દિવસ આદિવાસી પ્રજા માટે ખૂબ જ મહત્વપૂર્ણનો દિવસ હોય છે. પોતાના ઘરના પાળતુ પશુઓ જે જંગલમાં ઘાસચારો માટે રખડતા સાથે જ તેઓ પણ જંગલમાં લાકડા કાપવા જતા હોય છે.ત્યારે તેમના રક્ષણ માટે તેઓ વાઘદેવતાની પૂજા કરતા હોય છે. વાઘબારસના દિવસે ગામના સૌ કુટુંબીજનો એકઠા થઈને વાઘદેવતાની પૂજા કરે છે. સવારના સમયે આદિવાસી લોકો ગામ કે સીમનાં વાઘદેવને ફુલહારથી સજાવે છે,ત્યારબાદ નારિયેળ વધેરીને પૂજાની શરૂઆત કરે છે.નાગદેવતાને ખુશ કરવા માટે તેઓ મરઘીનું ઈંડુ મૂકે છે.તો વાઘદેવ ને મરઘાની બલી ચડાવવામાં આવે છે.

આદિવાસી પરંપરા આજે પણ ડાંગી આદિવાસી લોકોએ જાળવી રાખી

પરંપરાગત પ્રથાને ડાંગી આદિવાસીઓએ જાળવી રાખી છે.વર્ષોથી ચાલી આવતી આદિવાસી પરંપરા આજે પણ ડાંગી આદિવાસી લોકોએ જાળવી રાખી છે.વાઘ બારસના દિવસે ડાંગ જિલ્લાના દરેક ગામડાઓમાં આજ રીતના વાઘદેવતાની પૂજા કરવામાં આવે છે.સામાન્ય માણસ માટે આ પૂજાવિધિઓ સમજની બહાર છે.પણ આદિવાસી પ્રજા માટે તેમની સંસ્કૃતિ અને વર્ષોથી ચાલી આવતી પરંપરા સાથે તેમની આસ્થા જોડાયેલી છે.

આ પણ વાંચો---SURAT : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અનોખી પહેલ, દિવ્યાંગ બાળકોને કર્યા પ્રોત્સાહિત

Tags :
Advertisement

.

×