Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

G-20 અને ‘શિક્ષક દિવસ’ના ઉપલક્ષ્યમાં  ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન

તા. ૦૫/૦૯/૨૦૨૩ના રોજ ‘શિક્ષક દિવસ’ નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અંતર્ગત ‘G-20’ અને ‘શિક્ષક દિવસ’ના ઉપલક્ષ્યમાં ‘Empowering India’s Future : The Role Of youth and Teachers’ વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી પ્રવીણભાઈ માળી (ગુજરાત...
g 20 અને ‘શિક્ષક દિવસ’ના ઉપલક્ષ્યમાં  ડૉ  બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન
Advertisement
તા. ૦૫/૦૯/૨૦૨૩ના રોજ ‘શિક્ષક દિવસ’ નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અંતર્ગત ‘G-20’ અને ‘શિક્ષક દિવસ’ના ઉપલક્ષ્યમાં ‘Empowering India’s Future : The Role Of youth and Teachers’ વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી પ્રવીણભાઈ માળી (ગુજરાત રાજ્યના ડીસા વિધાનસભાના ધારાસભ્ય) અને પ્રો. શિરીષ કુલકર્ણી (સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વકુલપતિ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બોર્ડ મેમ્બર), માનનીય કુલપતિશ્રી પ્રો. ડૉ. અમીબેન ઉપાધ્યાય અને કુલસચિવશ્રી ડૉ. એ.કે. જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
શિક્ષકોના યોગદાન વિશે સંપૂર્ણ ચિતાર વર્ણવ્યો
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ G-20માં ભારતને મળેલા અધ્યક્ષપદ તેમજ આ સંદર્ભે ભારત સરકારની સિદ્ધિઓ વિશે વિસ્તારથી વાત કરી હતી. તેમને પોતાના પ્રવચનમાં આપણી કેન્દ્ર સરકાર કેવી રીતે ‘વસુંધૈવ કુટુંબકમ્’ની ભાવનાને ચરિતાર્થ કરી છે તથા તેમાં શિક્ષકોના યોગદાન વિશે સંપૂર્ણ ચિતાર વર્ણવ્યો હતો. પ્રો. શિરીષ કુલકર્ણીજીએ વાત કરતા કહ્યું હતું કે, આજે આપણો દેશ તમામ ક્ષેત્રોમાં અનેક સિદ્ધિઓ મેળવી રહ્યો છે તે તમામ પાછળ શિક્ષકનું જ યોગદાન છે. એક સમય હતો જ્યારે આપણો દેશ જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓની આયાત કરતો પણ આજે આપણે તમામ વસ્તુઓની નિકાસ કરીએ છીએ તેની પાછળ પણ આપના કર્તવ્યનિષ્ઠ શિક્ષકો જ છે.
રાષ્ટ્રઘડતરનું કાર્ય શિક્ષક શ્રેષ્ઠ રીતે કરી શકે
માનનીય કુલપતિશ્રી પ્રો. ડૉ. અમી ઉપાધ્યાયે પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રઘડતરનું કાર્ય શિક્ષક શ્રેષ્ઠ રીતે કરી શકે છે.  ડિગ્રી મેળવવાથી શિક્ષક બનાતું નથી, શિક્ષકત્વ જ્યારે વ્યક્તિમાં ઉગે ત્યારે જ શિક્ષક બની શકાય છે. શિક્ષકે પણ દરેક ક્ષણે શીખતા રહેવું જોઈએ. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના તમામ  કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્ર્મનું સુચારુ સંચાલન અને આભારદર્શન ડૉ.નિગમ પંડ્યાએ કર્યું હતું.
Tags :
Advertisement

.

×