Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાય પર વધુ એક કલંક! ઉપલેટાના ભાયાવદરમાં બે સંતો પર દુષ્કર્મની ફરિયાદ

Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાય પર કલંક પર કલંક લાગી રહ્યા છે. રાજકોટના ઉપલેટાના ભાયાવદરમાં બે સંતો પર દુષ્કર્મની ફરિયાદ નોંધનીય છે. મળતી વિગતો પ્રમાણે ભાયાવદરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો સામે ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ (Rajkot)ની મહિલાએ બન્ને...
rajkot  સ્વામિનારાયણ સંપ્રદાય પર વધુ એક કલંક  ઉપલેટાના ભાયાવદરમાં બે સંતો પર દુષ્કર્મની ફરિયાદ
Advertisement

Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાય પર કલંક પર કલંક લાગી રહ્યા છે. રાજકોટના ઉપલેટાના ભાયાવદરમાં બે સંતો પર દુષ્કર્મની ફરિયાદ નોંધનીય છે. મળતી વિગતો પ્રમાણે ભાયાવદરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો સામે ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ (Rajkot)ની મહિલાએ બન્ને સંતો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. વિગતો એવી સામે આવી છે કે, યુવતી સામે સંતો છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કર્મ આચરી રહ્યા હતા.

છાસ વારે સામે આવે છે સંતોની લંપટ લીલાઓ!

મળતી વિગતો પ્રમાણે અત્યારે ભાયાવદરના મહિલા PSI અને IUCW યુનિટના PI તપાસ કરી રહ્યા છે. આ સાથે આરોપીઓને પકડવા પોલીસે તપાસ પણ તેજ કરી દીધી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામે છાસ વારે આવી ફરિયાદો થઈ રહીં છે. વડતાલ વાળા લંપટ સ્વામીનો વિવાદ તો શાંત થયો નથી. તે મામલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કોઈ પગલા લીધા કે કેમ? તે તો હજી એક સવાલ છે, પરંતુ તે વિવાદ શાંત થાય તે પહેલા તો રાજકોટમાં ફરી એક વિવાદ સામે આવ્યો છે. આખરે કેમ સંતો સાધુના વેશમાં હેવાનિયતનું કામ કરી રહ્યા છે.

Advertisement

સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ કઠોર પગલા લેશે કે કેમ?

વિગતે વાત કરવામાં આવે તો યુવતીએ છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જાણકારી પ્રમાણે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામ ખાતે આ બનાવ હતા. અત્યારે પોલીસે આઇપીસી 376 (2)(N), 313, 114 અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે ફરિયાદ નોંધાયેલા 24 કલાકથી વધુ સમય વિત્યો હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી. નોંધનીય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

આ પણ વાંચો: ‘સંપ્રદાયના બંધારણ પ્રમાણે પગલા લીધા જ છે’ વાયરલ વીડિયો વિવાદમાં Kothari Swami નું નિવેદન

આ પણ વાંચો: Gujarat First reality check: બાળકોને ભણવું છે પરંતુ શિક્ષકો સમયસર આવવા તૈયાર નથી! ભારતનું ભાવિ કોના ભરોસે?

આ પણ વાંચો: Gujarat: આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની આગાહી, વીજકડાકા સાથે વાવાઝોડાની સંભાવના

Tags :
Advertisement

.

×