Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot બેબી કેર હોસ્પિટલમાં થયું આયુષ્માન કાર્ડ કૌભાંડ, આરોગ્ય વિભાગે ફટકાર્યો 6,54,79,500 નો દંડ

Rajkot: રાજકોટમાં આવેલી એક બેબિકેર હોસ્પિટમાં આયુષમ્ કાર્ડનું કૌભાંડ સામે આવ્યું છે. થોડા સમય પહેલા આને લઈને ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત ફર્સ્ટના અહેવાલની મોટી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે...
rajkot બેબી કેર હોસ્પિટલમાં થયું આયુષ્માન કાર્ડ કૌભાંડ  આરોગ્ય વિભાગે ફટકાર્યો 6 54 79 500 નો દંડ
Advertisement

Rajkot: રાજકોટમાં આવેલી એક બેબિકેર હોસ્પિટમાં આયુષમ્ કાર્ડનું કૌભાંડ સામે આવ્યું છે. થોડા સમય પહેલા આને લઈને ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત ફર્સ્ટના અહેવાલની મોટી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ બેબિકેર હોસ્પિટલ આયુષમ કાર્ડમાં કોભાંડ આચરવાનો મામલો આરોગ્ય વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સરકારના બે કરોડ રૂપિયા ખંખેરી લીધા

વિગતે વાત કરવામાં આવે તો, આરોગ્ય વિભાગ દ્વારા 6,54,79,500 નો દંડ ફટકારવામાં આવ્યો છે. નોંધનીય છે કે, બેબિકેર હોસ્પિટલ દ્વારા ખોટા રિપોર્ટ તૈયાર કરી બાળકોની સારવારના નામે આયુષમ કાર્ડમાંથી સરકારના બે કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. મળતી કરવામાં આવે તો, હોસ્પિટલના સ્ટાફ દ્વારા સમગ્ર મામલે કોભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.એટલું જ નહીં પરંતુ ડોકટર દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું હતું કે, રિપોર્ટમાં ફેરફાર કરવામાં આવે છે.

Advertisement

દંડ તો થયો પરંતુ પોલીસ ફરિયાદ કેમ નહી?

સરકારે હોસ્પિટલને કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે, પરંતુ પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરી રહીં? નોંધનીય છે કે, સરકાર દ્વારા દંડ તો ફટકારવામાં આવ્યો ત્યારે પોલીસ ફરિયાદ કેમ નહી? તે એક મોટો સવાલ છે. સરકાર સાથે ચિટિંગ કરીને ડોકટરએ કરોડો કમાણી કરી છે. આખરે કેમ આમની સામે કોઈ પોલીસ ફરિયાન નોંધવામાં નથી આવતી. આમ તો માત્ર 500 રૂપિયાની ચોરી માટે પણ ફરિયાદ દાખલ થઈ જાય છે તો પછી કરોડોના કૌભાંડમાં કેમ ફરિયાદ કરવામાં આવતી નથી.

Advertisement

કૌભાંડ સામે યોગ્ય તપાસ થવી જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ

નોંધનીય છે કે, આ મામલે વધારે વિગતે તપાસ થવી જોઈએ. કારણ કે, અહીં તો માત્ર આટલું જ કૌભાંડ સામે આવ્યું છે, હજી અનેક હોસ્પિટલોમાં આવું ચાલતું હોઈ શકે છે. તે તમામ હોસ્પિટલોમાં આની તપાસ થવી જોઈએ. જો ક્યાક અનીતિ દેખાય છે તો તેની સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો: Ahmedabad : 500 વૃક્ષોનું નિકંદન કરનાર એજન્સીઓ પાસેથી રૂ.50-50 લાખનો દંડ ક્યારે વસૂલાશે ? લીધો આ નિર્ણય!

આ પણ વાંચો: Rajkot GameZone Fire : શખ્સના ગંભીર આરોપ, કહ્યું- ‘મારી પત્ની સાથે સાગઠિયાનું અફેર…’!

આ પણ વાંચો: Bharuch : અંકલેશ્વરમાં યોજાયેલ ડાયરામાં ડોલર ઉડાડતા જયેશ રાદડિયાનો Video વાઇરલ

Tags :
Advertisement

.

×