Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: કાયદાનો સરેઆમ ભંગ! પૈસા લઈને રિક્ષાચાલકો લગાવી રહ્યા છે રેસ

Rajkot Rickshaw Race: રાજ્યમાં જાણે કાયદા કાનૂનનો કોઈ ભય જ ના હોય તેવી રીતે લોકો વર્તન કરી રહ્યાં છે. અત્યારે સોશિયલ મીડિયા લોકો પર ખુબ જ હાવી થઈ ગયું છે. કારણ કે, રિલ્સ અને શોર્ટ બનાવવાના ચક્કરમાં લોકો કાયદાનો ભંગ...
rajkot  કાયદાનો સરેઆમ ભંગ  પૈસા લઈને રિક્ષાચાલકો લગાવી રહ્યા છે રેસ
Advertisement

Rajkot Rickshaw Race: રાજ્યમાં જાણે કાયદા કાનૂનનો કોઈ ભય જ ના હોય તેવી રીતે લોકો વર્તન કરી રહ્યાં છે. અત્યારે સોશિયલ મીડિયા લોકો પર ખુબ જ હાવી થઈ ગયું છે. કારણ કે, રિલ્સ અને શોર્ટ બનાવવાના ચક્કરમાં લોકો કાયદાનો ભંગ કરી રહ્યાં છે. રાજકોટમાં ફરી એક આવો બનાવ સામે આવ્યો છે. રાજકોટમાં જાહેર રસ્તા પર મોતના ખેલના દ્રશ્યો જોવા મળ્યા છે. મળતી વિગતો પ્રમાણે રાજકોટમાં જાહેર રસ્તાઓ પર રિક્ષાની રેસ થતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

મોટી સંખ્યમાં બાઈૅક ચાલકો અને રિક્ષાચાલકોએ હાઇવે માથે લીધો

રાજકોટમાં ફરી મોતનો ખેલ ખેલાયો છે. રાજકોટ-જામનગર હાઈવે પર રિક્ષાની રેસ થઈ રહીં હોવાના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પૈસા લઈને રિક્ષાચાલકો રેસ લગાવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ પૈસાનો જુગાર રમી રિક્ષાચાલકો રેસ લગાવતા હોય છે. અત્યારે રિક્ષાચાલકોની રેસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોઈ શકાય છે કે, મોટી સંખ્યમાં બાઈક ચાલકો અને રિક્ષાચાલકોએ હાઇવે માથે લીધો છે.

Advertisement

વાહનચાલકો સાથે દુર્ઘટના બની હોય તો કોણ જવાબદાર રહેશે?

મળતી જાણકારી પ્રમાણે 50 થી વધુ બાઈક ચાલકોએ અને રિક્ષાચાલકોએ હાઇવે પર ચક્કાજામ કરીને હાઈવે માથે લીધો હતો. શું આ લોકોને કાયદાનો કોઈ ડર છે કે નહીં? જો અહીં વાહનચાલકો સાથે દુર્ઘટના બની હોય તો કોણ જવાબદાર રહેશે? આવા લોકો સામે કાયદાનો ભંગ કરવા માટે આકરા પગલા લેવા જોઈએ. જેથી હાઈવે પર ચાલતા સામાન્ય લોકોને કોઈ તકલીફો ના પડે. નોંધનીય છે કે, આ લોકોએ હાઇવે પર ચક્કાજામ કરી દીધો હતો તો સ્વાભાવિક છે કે, લોકોને ચાલવામાં અડચણ રહેવાની છે. આ લોકો સામે કાયદાકીય પગલા લેવા માટે પણ અપીલો કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Keshod: રાજય પુરવઠા વિભાગ અને SMCની કાર્યવાહી, તંત્ર પર વ્હાલા દવલાની નીતિના આક્ષેપ

આ પણ વાંચો: Surat: ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના કામરેજમાં દરોડા, કેમિકલ ચોરીનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું

આ પણ વાંચો: Vadodara: શિનોરના દિવેરમાં પતિએ મોતને ઘાટ ઉતારી, છ વર્ષ પહેલા જ થયા હતા પ્રેમલગ્ન

Tags :
Advertisement

.

×